<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th April 2026

એક મહિનાથી નવા એલપીજી કનેક્‍શન આપવાનું બંધ

યુદ્ધના કારણે અછત ઉભી થતા હયાત ૩૪ કરોડ ગ્રાહકોના પુરવઠાને જ પ્રાધાન્‍ય : કોઇ સત્તાવાર નિર્દેશ નહીં પરંતુ પોર્ટલ પર નવા કનેક્‍શન માટેની અરજી સ્‍વીકારવામાંજ આવતી નથી

નવી દિલ્‍હી,તા.૨૪: ઇઝરાયેલ-યુએસ અને ઇરાન વચ્‍ચેના યુદ્ધના કારણે દેશમાં એલપીજીની તીવ્ર અછત ઊભી થતાં સરકારે પીએનજી કનેક્‍શન આપવાને પ્રાધાન્‍ય આપ્‍યું છે, પરંતુ ઓઈલ માર્કેટિગ કંપનીઓએ દેશભરમાં નવા એલપીજી કનેક્‍શન આપવાનું છેલ્‍લા એક મહિનાથી બંધ કરી દીધું છે, એવી માહિતી આ ઘટનાક્રમ સાથે સંકળાયેલા એલપીજી ડિસ્‍ટ્રીબ્‍યુટર સૂત્રો પાસેથી પ્રાપ્ત થઇ છે. ભારત એલપીજીની આયાત કરતાં સમગ્ર વિશ્વના દેશોમાં બીજા ક્રમે આવે છે અને તે એલપીજીની કુલ ૩૩ મિલિયન ટનની જરૂરિયાતમાંથી ૬૫ ટકા જરૂરિયાત આયાતથી સંતોષે છે. આ કુલ આયાતમાંથી ૯૦ ટકા આયાત યુદ્ધગસ્‍ત બનેલા પヘમિ એશિયામાંથી કરવામાં આવે છે. જોકે યુદ્ધના કારણે હોર્મુઝના માર્ગે પヘમિ એશિયામાંથી થતી આયાત અંગે અનિヘતિતા ઊભી થતા દેશભરમાં એલપીજીની તીવ્ર અછત ઊભી થઈ છે ત્‍યારે કંપનીઓને નવા એલપીજી કનેક્‍શન આપવાનું બંધ કરી દીધું છે.

બુધવારે યોજાયેલી એક પત્રકાર પરિષદમાં એલપીજી કનેક્‍શન આપવાનું બંધ કરવામાં આવ્‍યું છે કે કેમ અને જો બંધ કરવામાં આવ્‍યું હોય તો તે ફરી ક્‍યારે શરૂ કરવામાં આવશે એવા એક પ્રશ્નના જવાબમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના જોઈન્‍ટ સેક્રેટરી સુજાતા શર્માએ જણાવ્‍યું હતું કે હાલમાં નવા એલપીજી કનેક્‍શન આપવામાં આવતા નથી.

હાલમાં જે ગ્રાહકો છે એને ગેસનું પુરવઠો પૂરો પાડવાને પ્રાધાન્‍ય આપવામાં આવ્‍યું હોવાથી નવા કનેક્‍શન આપવાનું બંધ કરવામાં આવ્‍યું છે. સૂત્રોએ વધુમાં જણાવ્‍યું હતું કે ઓએમસી દ્રારા આ અંગે ડિસ્‍ટ્રીબ્‍યુટરને કોઈ નિર્દેશ આપવામાં આવ્‍યો નથી પરંતુ નવા એલપીજી કનેક્‍શન માટેની અરજી ઓનલાઇન સ્‍વીકારવામાં જ આવતી નથી. પેટ્રોલિયમ મિનિસ્‍ટ્રીના ઈ-સેવા ગિવન્‍સિસ રિડ્રેસલ પ્‍લેટફોર્મના સોશિયલ મીડિયા એકાઉન્‍ટ પર એવી પોસ્‍ટ મુકવામાં આવી છે કે નવા એલપીજી કનેક્‍શનની અરજી સ્‍વીકારાતી નથી એ એક હંગામી સમસ્‍યા છે અને એલપીજીના પુરવઠામાં સ્‍થિરતા આવશે તે પછી નવા કનેક્‍શન આપવાનું ચાલુ કરવામાં આવશે. ઉલ્‍લેખનીય છે કે ભારતમાં કુલ ૩૪ કરોડ એલપીજી કનેક્‍શન ધરાવતા પરિવારો છે અને યુદ્ધના કારણે અછત ઊભી થઇ તે પછી બુકિગ માટેનો સમયગાળો શહેરી વિસ્‍તારમાં વધારીને ૨૫ દિવસ અને ગ્રામીણ વિસ્‍તારમાં ૪૫ દિવસ કરવામાં આવ્‍યો છે.

(10:03 AM IST)