News of Monday, 2nd November 2026
અમેરિકાના કોલોરાડો રાજ્યમાં તોફાન રેચલે ભારે તારાજી સર્જી: ધોધમાર વરસાદથી દક્ષિણ-પશ્ચિમ કોલોરાડોમાં જળબંબાકાર
સૈન જુઆન નદીનું જળસ્તર ઐતિહાસિક સપાટીની નજીક પહોંચી જતાં પૂરનું જોખમ વધ્યું:પગોસા સ્પ્રિંગ્સ વિસ્તારમાં ભયાવહ પૂરની આશંકાને પગલે એલર્ટ જાહેર

અમેરિકાના કોલોરાડો રાજ્યમાં તોફાન રેચલે ભારે તારાજી સર્જી છે. ધોધમાર વરસાદને પગલે દક્ષિણ-પશ્ચિમ કોલોરાડોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સૈન જુઆન નદીનું જળસ્તર ઐતિહાસિક સપાટીની નજીક પહોંચી જતાં પૂરનું જોખમ વધ્યું છે. પગોસા સ્પ્રિંગ્સ વિસ્તારમાં ભયાવહ પૂરની આશંકાને પગલે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદના કારણે હાઈવે પર પણ નદીના પાણી ફરી વળતાં વાહનવ્યવહાર ખોરવાયો છે. લા પ્લાટા કાઉન્ટીના અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ નદીઓમાં ફેરવાયા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. તોફાન અને પૂરના જોખમને પગલે સ્થાનિક તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
