<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th September 2026

યુપીમાં બે દિવસથી વાવાઝોડા - વરસાદ : ૧૩ લોકોના મોત

ઉત્તરાખંડમાં બરફવર્ષા અને ભૂસ્‍ખલન; છત્તીસગઢમાં શાળાઓ બંધ; રાજસ્‍થાન અને મધ્‍યપ્રદેશ સહિત ૧૪ રાજ્‍યોમાં ચેતવણી

નવી દિલ્‍હી તા.૨૬: અર્ણબ ચક્રવાતની અસરને કારણે, ઉત્તર પ્રદેશ, બિહાર અને છત્તીસગઢ સહિત આઠ રાજ્‍યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. બંગાળની ખાડીમાં રચાયેલ હવામાન પ્રણાલી હવે દક્ષિણ છત્તીસગઢથી ઉત્તરપૂર્વ તરફ આગળ વધી રહી છે. આને કારણે, રાજસ્‍થાન અને મધ્‍યપ્રદેશ સહિત ૧૪ રાજ્‍યોમાં ચેતવણી જારી કરવામાં આવી છે.

ઉત્તર પ્રદેશમાં શુક્રવારથી સતત વરસાદ પડી રહ્યો છે. ૪૦-૫૦ કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. વિવિધ અકસ્‍માતોમાં તેર લોકોના મોત થયા છે. ૩૨ જિલ્‍લાઓમાં પૂરનો ભય છે. શનિવારે ૫૮ જિલ્‍લાઓમાં શાળાઓ બંધ છે. લખનૌ, સુલતાનપુર અને શામલીમાં તમામ યુનિવર્સિટીઓ અને કોલેજો પણ બંધ રહેશે.

કન્નૌજમાં આગ્રા-લખનૌ એક્‍સપ્રેસ વે પર વાવાઝોડા અને વરસાદને કારણે એક કાર પલટી ગઈ, જેમાં પાંચ લોકો અંદર ફસાયા. દરમિયાન, છત્તીસગઢમાં લગભગ ૩૬ કલાકથી વરસાદ ચાલુ છે. શનિવારે બધી શાળાઓ બંધ જાહેર કરવામાં આવી છે.

બિહારના સુપૌલમાં પચાસ ગામો પૂરથી પ્રભાવિત છે. ૧૯ જિલ્‍લાઓમાં યલો એલર્ટ લાગુ છે. વરસાદ સંબંધિત ઘટનાઓમાં ત્રણ લોકોના મોત થયા છે. ઉત્તરાખંડના ચમોલીમાં હેમકુંડ સાહિબ અને બદ્રીનાથમાં હિમવર્ષા થઈ છે. પિથોરાગઢ-ઘાટ રોડ પર ભૂસ્‍ખલનને કારણે ૩૦૦ થી વધુ વાહનો ફસાયા છે.

(3:54 PM IST)