<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

શેરબજારમાં તોફાની તેજીઃ લોકોની સંપત્તિમાં ૫ લાખ કરોડનો ફાયદોઃ સેન્‍સકેસ ૮૪૦૦૦ ભણી

સેન્‍સેકસ ૧૫૦૦ તો નીફટી ૪૪૨ અપ

નવી દિલ્‍હી, તા.૨૫: પાછલા ટ્રેડિંગ સત્ર (સોમવાર) માં તીવ્ર ઘટાડા સાથે બંધ થયેલ શેરબજારમાં આજે રિકવરી જોવા મળી રહી છે. સેન્‍સેક્‍સ ૧,૦૦૦ થી વધુ પોઈન્‍ટના વધારા સાથે ખુલ્‍યો. નિફ્‌ટી ૫૦ પણ ૩૦૦ થી વધુ પોઈન્‍ટના વધારા સાથે ખુલ્‍યો. ટ્રેડિંગ સત્ર દરમિયાન, સવારે ૧૦ વાગ્‍યે, સેન્‍સેક્‍સ ૧,૫૦૦ પોઈન્‍ટના વધારા સાથે ૮૩,૯૩૯ પર ટ્રેડ કરી રહ્યો હતો. તે જ સમયે, નિફ્‌ટી ૪૪૨ પોઈન્‍ટના વધારા સાથે ૨૫,૭૮૫ પર ટ્રેડ કરી રહ્યો હતો. અગાઉ, સોમવારે (૨૩ નવેમ્‍બર, ૨૦૨૬) ભારતીય શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્‍યો હતો, જેમાં સેન્‍સેક્‍સ ૧,૪૮૩ પોઈન્‍ટ ઘટીને ૮૨,૪૩૫.૯૯ પર બંધ થયો હતો. તેવી જ રીતે, નિફ્‌ટી ૪૫૦ પોઈન્‍ટ ઘટીને ૨૫,૩૪૯ પર બંધ થયો હતો. બુધવારે શેરબજારમાં રિકવરીથી રોકાણકારોને રૂ.૫ લાખ કરોડથી વધુનો ફાયદો થયો હતો.

નોંધપાત્ર રીતે, શેરબજારમાં તેજી એવા સમયે આવી છે જ્‍યારે યુએસ પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ ભારત સહિત ૧૬ દેશોને નિશાન બનાવીને નવો ટેરિફ બોમ્‍બ લોન્‍ચ કરવાની તૈયારી કરી રહ્યા છે. અમેરિકાના નવા ટેરિફ હુમલાના સમાચારે ચીનથી જાપાન સુધીના શેરબજારોને હચમચાવી દીધા છે, પરંતુ ભારતમાં ટ્રમ્‍પ ટેરિફનો ભય દૂર થઈ ગયો હોય તેવું લાગે છે.

બુધવારે શેરબજાર ખુલતાની સાથે જ, ગ્‍લ્‍ચ્‍ સેન્‍સેક્‍સ ૮૩,૪૩૬ પર ખુલ્‍યો, જે તેના અગાઉના બંધ ૮૨,૪૩૫ થી વધુ હતો. થોડીવારમાં જ તે આકાશને આંબી ગયો, ૧,૫૦૦ થી વધુ પોઈન્‍ટ ઉછળીને ૮૩,૯૬૯ પર પહોંચી ગયો.(૨૩

(11:15 AM IST)