News of Monday, 25th May 2026
કથાકાર પૂ.શંકર મહારાજ જોશીનું રાષ્ટ્રપતિ દ્વારા વિશેષ બહુમાન કરાશે

રાજકોટઃ દેશ વિદેશમાં અત્યાર સુધીમાં ૬૦૫ કથા સત્સંગ પૂર્ણ કરનાર સંસ્કળત વિશારદ આચાર્ય એમ.એ. પૂ.શાષાી શંકરમહારાજ જોશીનું જૂન-જુલાઈમાં દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ દ્વારા સન્માન કરવામાં આવશે. બાબરા તાલુકાના ગરણી ગામના બ્રાહ્મણ અને સનાતન ધર્મનું ગૌરવ વધે એવી વિશેષ પ્રવળત્તિમાં સતત કાર્યરત શાષાીજી ગૌ શાળાઓના નિર્માણ, ગૌ સેવા માટે જાણીતા છે. ડો. ત્રાંબડિયા સાથે શરૂ કરેલ વ્યસન મુક્તિ અભિયાનમાં આજે પણ કાર્યરત છે. દરેક કથા સત્સંગમાં વ્યસન મુક્તિનો સંદેશ આપે છે અને કથાના અંતિમ દિવસે વ્યસન મુક્તિ કાર્યક્રમ રાખે છે.
અગાઉ શ્રી તેજુરાની સાથે ‘નશાબંધી અને આબકારી ખાતા' માટે ૧૫ જેટલી કથા કરી છે. અગાઉ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ગ્યાની ઝૈલસિંઘના હસ્તે જ્યોતિષ માટે સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયેલ છે. હાલમાં તેમના સંશોધન ૬૨૦૦૦ વર્ષ પૂર્વ આવેલ જ્યોતિષ અને ગણીતના અંકો વિષે સંશોધન જ્યોતિષની ઉત્પત્તિ અને ગ્રહોનાં આશીર્વાદ મેળવવા વિવિધ તકલીફોમાંથી મુક્ત થવા વળક્ષોનું મહત્વ એવા બે સંશોધનાત્મક લેખ માટે પૂ.શંકર મહારાજ જોશીનું દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ દ્વારા સન્માન પ્રાપ્ત થવાનું છે. પૂ.શંકર મહારાજ જોશીએ ‘ભારતીય સમાજ વ્યવસ્થા' વિષય પર પી.એચ.ડી. પણ પૂર્ણ કરેલ છે ત્યારે ડૉ.ની ઉપાધિ પણ મળી રહી છે. તેમના ફૈબા ભગવતીબેન જોષી પણ સૌરાષ્ટ્રના સંતો વિષય પર પી.એચ.ડી. થયા છે. પદ્મશ્રી લેખક સ્વ. જીવરામ જોષી પૂ.શંકર મહારાજ જોશીના દાદા થાય છે. શ્રીકળષ્ણ જ્યોતિષ સંસ્થાન દ્વારા પણ પૂ.શંકર મહારાજ જોશીનું પારૂલબેન સોમૈયા, ભરતલાલ શાષાી, ડૉ.શ્વેતાબેન જૈન, પૂ.છડીવાલે બાબા ઉજ્જૈન, નંદકિશોર પુરોહિત બિકાનેર વગેરે વિદ્વાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. તેમના મિત્ર વિદ્વાન કથાકાર પૂ.પ્રફુલ મહારાજનું પણ સન્માન કરવામાં આવ્યુ હતું. પૂ.શંકર મહારાજ જોશીના કથા સત્સંગીઓ, મિત્ર વર્તુળ, સમસ્ત બ્રહ્મસમાજના શ્રેષ્ઠીઓ, યજમાનો તથા કથાજગતના મહાનુભાવો, જ્યોતિષ આચાર્યો, પરિવારજનો, સંતો, ભક્તો સ્નેહીજનો દ્વારા રાજીપો વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ઉપરોકત તસ્વીરમાં પૂ.શંકર મહારાજનું થોડા દિવસ પહેલા સન્માન થયુ હતુ તેનો ફાઇલ ફોટો. પૂ.શંકર મહારાજ જોશી (મો.૯૮૨૪૮૧૧૯૧૩)
(3:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
