તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Friday, 1st May 2026
કોર્ટમાં આવ્યો વિચિત્ર કેસઃ બે સગી બહેનોએ પતિની અદલાબદલી માટે અરજી કરીઃ તર્ક સાંભળી વકીલો પણ ચોંકી ગયા
બે સગી બહેનોએ સામાજિક બંધનોને હાંસિયામાં ધકેલતા કોર્ટ સામે એવી ઈચ્છા વ્યક્ત કરી કે તે પોતાના હાલના પતિની અદલાબદલી કરવા માગે છે

ગ્વાલિયર તા.૧: કાયદાની ચોખટ પર હંમેશા જમીન, સંપત્તિ અને ગુના સાથે જોડાયેલા કેસો આવતા હોય છે, જેના પર સુનાવણી થાય છે. પણ ગ્વાલિયરમાં આવેલી મધ્ય પ્રદેશ હાઈકોર્ટમાં એક આવો જ મામલો સામે આવ્યો છે, જેણે પતિ, પત્ની અને વોના ડ્રામાને એકદમ નવો અને ચોંકાવનારો વળાંક આપી દીધો છે. અહીં બે સગી બહેનોએ સામાજિક બંધનોને હાંસિયામાં ધકેલતા કોર્ટ સામે એવી ઈચ્છા વ્યક્ત કરી કે તે પોતાના હાલના પતિની અદલાબદલી કરવા માગે છે.
આ સમગ્ર વિવાદ ત્યારે શરુ થયો, જ્યારે એક પતિએ પોતાની પત્નીના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. પણ કોર્ટમાં ઊભેલી તેની પત્નીએ જે કહ્યું તેણે કાયદાના ચોપડાને પણ મુંઝવણમાં નાખી દીધા. આ અતરંગી મામલાની શરુઆત ગિરજાશંકર નામના વ્યક્તિની અરજીથી થઈ હતી. ગિરજાશંકરે આરોપ લગાવ્યો હતો કે દતિયાના રહેવાસી માયારામે તેમની પત્ની સુનીતા (બદલાવેલું નામ) અને તેની નાની દીકરીને બંધક બનાવી રાખી છે. પતિને આશા હતી કે કોર્ટના હસ્તક્ષેપથી તેની પત્ની ઘરે પાછી આવી જશે. પણ જસ્ટિસ સામે હાજર થતાં જ સુનીતાએ સ્પષ્ટ કરી દીધું કે તેનું કોઈ અપહરણ થયું નથી. તેણે જણાવ્યું કે તે પોતાની મરજીથી માયારામ સાથે રહે છે અને તે માયારામ બીજો કોઈ નહીં પણ તેનો સગો બનેવી છે. સુનીતાએ કોર્ટમાં જાણકારી આપી છે કે તે પોતાના પતિથી અલગ થવા અને છુટાછેડાનો કેસ પહેલાથી દાખલ કરી ચુકી છે અને હવે તે પોતાના બનેવી સાથે જીવન વિતાવવા માગે છે. કહાનીમાં સૌથી વિચિત્ર વળાંક ત્યારે આવ્યો, ત્યારે માયારામની પત્ની ગીતા (બદલાવેલું નામ)એ આ સંબંધનો વાંધો ઉઠાવવાની જગ્યાએ સમર્થન કર્યું. સુનીતાની સગી નાની બહેન ગીતાએ પણ ભરી કોર્ટમાં કહ્યું કે, જો તેની મોટી બહેન તેના પતિ સાથે રહેવા માગે છે તો તેને કોઈ વાંધો નથી.
ગીતાએ આગળ કહ્યું કે, તેને પણ પોતાના બનેવી (સુનીતાના પતિ)માં રસ છે અને તે હવે તેની સાથે રહેવા માગે છે. બંને બહેનોના લગ્ન થઈ ચુક્યા છે અને તેમના સંતાનો પણ છે. પણ હવે એકબીજાના પતિ સાથે પાર્ટનર એક્સચેન્જ કરી નવેસરથી ઘર વસાવવાની જિદે ચડી છે. કોર્ટમાં રૂમમાં હાજર વકીલ અને અધિકારી પણ આ અજીબોગરીબ સંબંધના ગણિતને સાંભળીને ચોંકી ગયા.
બંને બહેનોનો તર્ક હતો કે તેઓ પોતાના વૈવાહિક જીવનથી ખુશ નથી અને આપસી સહમતિથી પતિઓની અદલાબદલી કરવા માગે છે. ગ્વાલિયર હાઈકોર્ટે જ્યારે જોયું કે બંને મહિલા પુખ્ત છે અને પોતાની મરજીથી નિર્ણય લઈ શકે છે, તો તેમણે આ અપહરણનો મામલો માનવાની ના પાડી દીધી. કોર્ટે ગિરજાશંકર દ્વારા દાખલ કરેલી અરજીને એવું કહીને ફગાવી દીધી કે અહીં કોઈને બંધક બનાવવામાં આવ્યા નથી, પણ આ એક સ્વેચ્છાથી પસંદ કરવામાં આવેલો પારિવારિક વિવાદ છે. મધ્ય પ્રદેશ હાઈકોર્ટમાં એક અનોખો મામલો સામે આવ્યો છે, જ્યાં બે સગી બહેનોએ પોતાના પતિની અદલાબદલી કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. અપહરણનો આરોપ લગાવી કોર્ટમાં પહોંચેલા પતિના પગ તળેથી જમીન સરકી ગઈ, જ્યારે પત્નીઓએ બનેવી સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરી
(10:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
