News of Wednesday, 22nd April 2026
ચૂંટણીમાં વિચિત્ર નિયમ! રાત્રે દ્વિચક્રી વાહન પર પ્રતિબંધઃ દિવસે એક જ સવારી ચાલવું ફરજિયાત
શાંતિપૂર્ણ અને પારદર્શક મતદાન સુનિશ્ચિત કરવા માટે સમગ્ર રાજ્યમાં ટુ-વ્હીલર(બાઇક અને સ્કૂટર)ની અવરજવર પર કડક પ્રતિબંધો

કોલકત્તા તા.૨૨: પヘમિ બંગાળમાં વિધાનસભા ચૂંટણીનો જંગ જામ્યો છે. પ્રથમ તબક્કાના મતદાન પહેલા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચૂંટણી પંચે રાજ્યમાં સુરક્ષાના તમામ ચક્રો ગતિમાન કર્યા છે. શાંતિપૂર્ણ અને પારદર્શક મતદાન સુનિヘતિ કરવા માટે સમગ્ર રાજ્યમાં ટુ-વ્હીલર(બાઇક અને સ્કૂટર)ની અવરજવર પર કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.
ચૂંટણી પંચના આદેશ અનુસાર, પ્રથમ તબક્કાની તમામ ૧૫૨ વિધાનસભા બેઠકો પર રાત્રે ૬ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી બાઇક કે સ્કૂટર ચલાવવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. આ નિયમ મંગળવારથી જ અમલી બની ગયો છે અને ૨૩ એપ્રિલ (મતદાનના દિવસ) સુધી ચાલુ રહેશે.
ચૂંટણી પ્રક્રિયામાં ખલેલ પહોંચાડવા અથવા મતદારોને ડરાવવા-ધમકાવવા માટે બાઇકનો ઉપયોગ ન થાય તે હેતુથી બાઇક રેલીઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પંચનું માનવું છે કે, આવી રેલીઓ અવારનવાર હિસા અને તણાવનું કારણ બને છે.
સવારના ૬થી સાંજના ૬ વાગ્યા દરમિયાન પણ નિયમો કડક રહેશે. બાઇક પર પાછળની સીટ પર બેસીને સવારી કરવા પર પ્રતિબંધ રહેશે. એટલે કે એક બાઇક એક જ વ્યક્તિ. મેડિકલ ઈમરજન્સી, શાળાએ જતાં બાળકો અને અનિવાર્ય કૌટુંબિક કાર્યો માટે જ પાછળ બેસવાની મંજૂરી મળશે. ૨૩ એપ્રિલના રોજ મતદાન કરવા જવા માટે પરિવારના સભ્યોને પાછળ બેસાડવાની છૂટ આપવામાં આવશે. મેડિકલ ઈમરજન્સી કે અન્ય જરૂરી કામ માટે જો છૂટછાટ જોઈતી હોય, તો સ્થાનિક પોલીસ સ્ટેશન પાસેથી લેખિત મંજૂરી લેવી ફરજિયાત છે.
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે સોમવારે જણાવ્યું હતું કે, પヘમિ બંગાળમાં મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે પંચ કટિબદ્ધ છે. આ પ્રતિબંધો મતદારો માટે ભયમુક્ત અને શાંત વાતાવરણ પૂરું પાડવા માટે લગાવવામાં આવી છે. નાગરિકોને અપીલ છે કે, ચૂંટણી પંચના નિર્ણયને લાગુ કરવામાં સહયોગ કરે.(૩૮.૩)
(9:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
