<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

રખડતા કૂતરાનો આતંક : 11 વર્ષના કિશોર ઉપર તૂટી પડ્યા, ખેંચીને ખેતરમાં લઈ ગયા, બટકા ભરી ભરી મોતને ઘાટ ઉતારી નાખ્યો, મૃતદેહ એકદમ ક્ષતવિક્ષત હાલતમાં મળ્યો

યુપીના સહારનપુરમાં વધુ એક ચોંકાવનારી ઘટના, ખેતરમાં રમતા બાળકને ટોળાએ ઘેરી લીધો; ગામમાં ભય અને આક્રોશ, તંત્ર સામે સવાલો

સહારનપુર તા.૩૧ : ઉત્તરપ્રદેશના સહારનપુર જિલ્લામાં રખડતા કૂતરાના આતંકનો વધુ એક ભયાનક કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, 11 વર્ષનો કિશોર પોતાના ઘર નજીક ખેતરમાં ગયો હતો ત્યારે અચાનક રખડતા કૂતરાઓના ટોળાએ તેના પર હુમલો કરી દીધો હતો.

 

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, કૂતરાઓએ બાળકને ઘેરી લીધો, બચકા ભર્યા અને ખેંચીને ખેતરની અંદર લઈ ગયા હતા. બાળકે બૂમાબૂમ કરતા પરિવાર અને ગામલોકો દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં કૂતરાઓએ તેના શરીરને ખરાબ રીતે ક્ષતવિક્ષત કરી નાખ્યું હતું. ગંભીર રીતે ઘાયલ બાળકને તાત્કાલિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

 

ઘટના બાદ ગામમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે ગામમાં 50 થી વધુ રખડતા કૂતરા ફરી રહ્યા છે અને અનેક વખત ફરિયાદ કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી. સહારનપુરમાં આ પહેલા પણ 2021 માં પાદલી ગ્રાન્ટ ગામમાં 12 વર્ષના બાળકનું અને 2026 માં ફતેહપુર વિસ્તારમાં 8 વર્ષના બાળકનું કૂતરાઓના હુમલામાં મોત થયું હતું.

 

પોલીસે આ મામલે નોંધ લઈ તપાસ શરૂ કરી છે અને નગરપાલિકાને રખડતા કૂતરાઓને પકડવા માટે સૂચના આપી છે

(4:28 PM IST)