<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st July 2026

વિદ્યાર્થીઓના ભવિષ્‍ય સાથે રમત સાંખી લેવાશે નહીં: દોષિતોને મળશે આકરામાં આકરી સજા!

સંસદના ચોમાસુ સત્ર દરમિયાન NDA સંસદીય પક્ષની બેઠકમાં પીએમ મોદીએ વિદ્યાર્થીઓ અને વાલીઓને આપી મોટી ખાતરી

નવી દિલ્‍હી, તા.૨૧: સંસદના ચોમાસુ સત્રના બીજા દિવસે યોજાયેલી એનડીએ (NDA) સંસદીય પક્ષની મહત્‍વપૂર્ણ બેઠકમાં દેશના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્‍ય અને સુરક્ષાને લઈને વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ અત્‍યંત આકરું અને સંવેદનશીલ વલણ અપનાવ્‍યું છે. NEET પરીક્ષાના પેપર લીક મામલે દેશભરમાં ચાલતા વિરોધ અને ચિંતા વચ્‍ચે પીએમ મોદીએ દેશવાસીઓને મક્કમ ખાતરી આપી છે કે કોઈપણ સંજોગોમાં દેશના તેજસ્‍વી યુવાનોનું ભવિષ્‍ય બરબાદ થવા દેવામાં આવશે નહીં. આ કૌભાંડમાં સામેલ ગુનેગારો અને માફિયાઓને એવી આકરી સજા કરવામાં આવશે કે જેથી ભવિષ્‍યમાં કોઈ આવી હિંમત ન કરી શકે. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ બેઠક બાદ યોજાયેલી પ્રેસ કોન્‍ફરન્‍સમાં પીએમ મોદીના આ નિર્ણયની વિગતવાર માહિતી આપી હતી.

બેઠક દરમિયાન વડાપ્રધાને સ્‍પષ્ટ કર્યું કે કેન્‍દ્ર સરકાર વિદ્યાર્થીઓ અને વાલીઓની પીડા પ્રત્‍યે ખૂબ જ સંવેદનશીલ છે. તેમણે ભારપૂર્વક જણાવ્‍યું કે ફચ્‍ચ્‍વ્‍ પેપર લીક એ માત્ર કોઈ એક ચોક્કસ રાજ્‍ય પૂરતો સીમિત મુદ્દો નથી, પરંતુ સમગ્ર દેશના શિક્ષણ માળખા અને યુવાધન સાથે જોડાયેલી ગંભીર બાબત છે. આ મુદ્દે કોઈ પણ પોલિટિકલ પાર્ટીએ સંકુચિત કે પક્ષપાતી રાજકારણ રમવું જોઈએ નહીં. રિજિજુના જણાવ્‍યા મુજબ, કેસની તપાસમાં અત્‍યાર સુધીમાં ૧૩ જેટલા મુખ્‍ય આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. વિદ્યાર્થીઓનું વર્ષ બગડે નહીં તે માટે ત્‍વરિત ધોરણે પુનઃ પરીક્ષાઓ યોજીને પરિણામો પણ સમયસર જાહેર કરી દેવાયા છે, જેથી શૈક્ષણિક કેલેન્‍ડરમાં કોઈ વિલંબ ન થાય.

આ ઉપરાંત, ભવિષ્‍યમાં તમામ રાષ્‍ટ્રીય કક્ષાની સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓ પારદર્શક અને ફૂલપ્રૂફ બને તે માટે નવી અને આધુનિક કડક સુરક્ષા વ્‍યવસ્‍થા લાગુ કરવાનો નિર્ધાર કરાયો છે. આ જ બેઠકમાં આંતરરાષ્‍ટ્રીય ફ્રી ટ્રેડ એગ્રીમેન્‍ટ્‍સ (FTA) પર ચાલી રહેલી વાટાઘાટો અંગે પણ વિસ્‍તળત ચર્ચા થઈ હતી. ખેડૂતોની ચિંતાઓ દૂર કરતા પીએમ મોદીએ માર્ગદર્શન આપ્‍યું હતું કે વિદેશી વેપાર કરારો કરતી વખતે દેશના ખેડૂતોના હિતોને સર્વોચ્‍ચ પ્રાથમિકતા આપવામાં આવશે અને તેમના આર્થિક નુકસાનનો સામનો ન કરવો પડે તેની પૂરી કાળજી લેવાશે. તાજેતરના મહિનાઓમાં દેશે મેળવેલી આર્થિક અને રાજનૈતિક સફળતાઓનો ઉલ્લેખ કરીને પીએમ મોદીએ તમામ સાંસદોને રાષ્‍ટ્રહિતના કાર્યોમાં સમર્પિત રહેવા આહ્વાન કર્યું હતું.

(11:50 AM IST)