<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th May 2026

વિદ્યાર્થીઓ પરીક્ષાથી નહીં, પરંતુ ભ્રષ્ટ સિસ્‍ટમ્‍સથી હાર્યા છે

નીટ સહિતની સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓમાં થયેલા કૌભાંડો મામલે રાહુલ ગાંધીનો આંકડાકીય વિગતો સાથે કેન્‍દ્ર પર પ્રહાર નીટ પરીક્ષા કૌભાંડે ૨ વિદ્યાર્થીઓના જીવ લીધાઃ રાહુલ ગાંધીએ કહ્યું: તમારું દર્દ એ મારું દર્દ છે, દેશના યુવાનોનું ભવિષ્‍ય ચોરનારાઓને કોઈ કાળે બક્ષવામાં આવશે નહીં

નવી દિલ્‍હી, તા.૧૬: દેશમાં મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ અને અન્‍ય સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓમાં થયેલી ગેરરીતિઓ મામલે લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ આક્રમક વલણ અપનાવ્‍યું છે. પોતાની વોટ્‍સએપ ચેનલ પર આંકડાકીય માહિતી શેર કરી તેમણે જણાવ્‍યું છે કે નીટ પરીક્ષાના કૌભાંડે બે વિદ્યાર્થીઓના જીવન હરી લીધા છે. દેશમાં ૧૪૮ જેટલા પરીક્ષા કૌભાંડો થયા છે જેમાં માત્ર ૧ જ કિસ્‍સામાં સજા થઈ છે. ૮૭ પરીક્ષાઓ રદ થવાથી ૯ કરોડ જેટલા વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા છે. સીબીઆઈ અને ઈડીની તપાસ છતાં કૌભાંડીઓને સજા ન મળવા પર તેમણે કેન્‍દ્ર સરકાર અને સિસ્‍ટમ પર ગંભીર સવાલો ઉઠાવ્‍યા છે.

દેશભરમાં લાખો વિદ્યાર્થીઓના ભવિષ્‍ય સાથે જોડાયેલી નીટ પરીક્ષા અને અન્‍ય સરકારી ભરતી પરીક્ષાઓમાં પેપર લીક તથા ગેરરીતિઓનો મુદ્દો સતત ગરમાઈ રહ્યો છે. આ મામલે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર કેન્‍દ્ર સરકાર અને પરીક્ષા આયોજિત કરતી સંસ્‍થાઓ પર આકરા પ્રહારો કર્યા છે. પોતાની વોટ્‍સએપ ચેનલ પર રાત્રિના સમયે એક વિસ્‍તળત આંકડાકીય પોસ્‍ટ શેર કરીને તેમણે દેશની પરીક્ષા સિસ્‍ટમને સંપૂર્ણપણે નિષ્‍ફળ અને અન્‍યાયી ગણાવી છે.

રાહુલ ગાંધી દ્વારા જારી કરવામાં આવેલી વિગતોમાં અત્‍યંત દુઃખદ ઘટનાનો ઉલ્લેખ કરતા દર્શાવવામાં આવ્‍યું છે કે તાજેતરમાં ૨ નીટ પરીક્ષાર્થીઓએ પોતાનો જીવ આપી દીધો છે. આ ઘટના પ્રત્‍યે ઘેરી સંવેદના વ્‍યક્‍ત કરતા તેમણે સ્‍પષ્ટપણે કહ્યું છે કે આ યુવાનો પરીક્ષાના પરિણામથી હાર્યા ન હતા, પરંતુ આ ભ્રષ્ટ અને પારદર્શિતા વગરની સિસ્‍ટમ સામે હારી ગયા છે.

તેમણે દેશમાં ચાલી રહેલા પેપર લીક અને પરીક્ષા કૌભાંડોના ચોંકાવનારા આંકડા રજૂ કરતા જણાવ્‍યું છે કે અત્‍યાર સુધીમાં દેશમાં કુલ ૧૪૮ જેટલા પરીક્ષા કૌભાંડો સામે આવ્‍યા છે, પરંતુ આヘર્યજનક રીતે તેમાંથી માત્ર ૧ જ કિસ્‍સામાં દોષિતોને સજા થઈ શકી છે. આ ઉપરાંત, ગેરરીતિઓ અને પેપર લીકના કારણે ૮૭ જેટલી પરીક્ષાઓ છેલ્લી ઘડીએ રદ કરવી પડી છે, જેના પરિણામે દેશના ૯ કરોડ જેટલા વિદ્યાર્થીઓ અને યુવાનો પ્રભાવિત થયા છે અને તેમની વર્ષોની મહેનત પાણીમાં ગઈ છે.

કેન્‍દ્રીય તપાસ એજન્‍સીઓની ઢીલી કામગીરી પર સીધો સવાલ ઉઠાવતા કોંગ્રેસ નેતાએ આંકડા આપ્‍યા છે કે આ પરીક્ષા કૌભાંડો મામલે સીબીઆઈ દ્વારા ૧૭ કેસ અને ઈડી દ્વારા ૧૧ કેસ નોંધવામાં આવ્‍યા હોવા છતાં, આજદિન સુધી કોઈને પણ સજા મળી નથી.

મેડિકલ ક્ષેત્રની પરીક્ષાઓનો ખાસ ઉલ્લેખ કરતા તેમણે જણાવ્‍યું કે માત્ર નીટ, એઆઈપીએમટી અને અન્‍ય મેડિકલ -વેશ પરીક્ષાઓમાં જ કુલ ૧૫ જેટલા મોટા કૌભાંડો નોંધાયા છે.

પોતાની પોસ્‍ટના અંતમાં રાહુલ ગાંધીએ દેશના લાખો યુવાનો અને નિરાશ વિદ્યાર્થીઓને સીધો સંદેશ આપતા અને હૈયાધારણ આપતા લખ્‍યું છે કે, તમારું દર્દ એ મારું દર્દ છે. તમારું ભવિષ્‍ય ચોરનારાઓને કોઈ કાળે બક્ષવામાં આવશે નહીં. કોંગ્રેસ નેતાનું આ આક્રમક વલણ દર્શાવે છે કે આગામી સમયમાં વિપક્ષ આ મુદ્દે સરકારને સંસદથી લઈને સડક સુધી ઘેરવાની રણનીતિ પર કામ કરી રહ્યો છે

(2:20 PM IST)