<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th October 2026

દિલ્‍હીમાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ ચંબલના ડાકુઓ છે? ડાકુઓ તો સંસદમાં બેઠા છે

દીકરાની અટકાયતથી ભડક્‍યા અભિજિત દીપકેના પપ્‍પાઃ દીકરાને ચંદ્રશેખર આઝાદ અને ભગત સિંહ સાથે સરખાવ્‍યો ભગવાન દીપકેએ

મુંબઈ,તા.૧૨: કોક્રોચ જનતા પાર્ટી (CJP)ના કન્‍વીનર અભિજિત દીપકેનાં માતા-પિતાએ શનિવારે સરકાર પર લોકશાહીનો આદર ન કરવાનો આરોપ મૂક્‍યો હતો. તેમણે પોતાના પુત્રની અટકાયત અને પોલીસના ભારે બંદોબસ્‍ત વિશે સવાલ ઉઠાવતાં પૂછ્‍યું હતું કે શું વિદ્યાર્થીઓ ચંબલના ડાકુઓ છે? ડાકુઓ તો સંસદમાં બેઠા છે

પોલીસે દિલ્‍હીમાં વ્‍યાપક કાર્યવાહી કરી હતી અને અભિજિત દીપકે, યુટ્‍યુબર ધ્રુવ રાઠી તથા લગભગ ૫૦૦ પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી જેનાથી તેમનો જંતર મંતર પર પહોંચવાનો પ્રયાસ નિષ્‍ફળ ગયો હતો.

(3:41 PM IST)