<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th November 2026

સોનિયા ગાંધીના સંસ્મરણો પર સુખબીર બાદલનો આક્રમક પ્રહાર: પંજાબના કોંગ્રેસી નેતાઓ મૌન તોડે

૧૯૮૪ના શિખ વિરોધી રમખાણો અને ઓપરેશન બ્લુ સ્ટાર અંગેના ખુલાસા બાદ શિરોમણી અકાલી દળના પ્રમુખે કોંગ્રેસને ઘેરી, રાજકીય ગરમાવો આવ્યો

ચંદીગઢ :  સોનિયા ગાંધીના તાજેતરમાં પ્રકાશિત થયેલા સંસ્મરણો 'બિલોંગિંગ: અ જર્ની ઓફ લવ' પુસ્તકને લઈને દેશના રાજકારણમાં નવો વિવાદ સર્જાયો છે. શિરોમણી અકાલી દળ (SAD) ના પ્રમુખ સુખબીર સિંહ બાદલે આ પુસ્તકમાં કરવામાં આવેલા દાવાઓને લઈને કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે આ પુસ્તકમાં ૧૯૮૪ના નિર્દોષ શિખોના હત્યા ૧૯૮૪ના હત્યાકાંડ સંદર્ભે સોનિયા ગાંધીએ 'ક્લીન ચીટ' આપી છે, જેના વિરોધમાં હવે પંજાબના તમામ કોંગ્રેસી નેતાઓએ પોતાનું મૌન તોડીને સ્પષ્ટતા કરવી જ પડશે.
સુખબીર બાદલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે પુસ્તક મુજબ રાજીવ ગાંધીએ જાણી જોઈને દિલ્હીમાં શિખ જવાનોની ટુકડી તૈનાત ન કરવાનો અંગત નિર્ણય લીધો હતો, કારણ કે તે ટુકડીમાં શિખ કર્મચારીઓ સામેલ હતા. અકાલી દળના નેતાએ સવાલ ઉઠાવ્યો હતો કે કોંગ્રેસ સરકારે સ્વર્ણ મંદિર ખાતે ઓપરેશન બ્લુ સ્ટારનું નેતૃત્વ કરવા માટે એક શિખ જનરલને મોકલી શકી હતી, પરંતુ ૧૯૮૪માં દિલ્હીમાં નિર્દોષ શિખોના રક્ષણ માટે શિખ સૈન્ય જવાનોને કેમ તૈનાત ન કર્યા? તેમણે પંજાબના કોંગ્રેસી નેતાઓને આડેહાથ લેતા પૂછ્યું કે શું તેઓ રાજીવ ગાંધીના આ નિર્ણયનું સમર્થન કરે છે?
પુસ્તકમાં કરવામાં આવેલા ખુલાસા મુજબ સોનિયા ગાંધીએ જણાવ્યું છે કે ઇન્દિરા ગાંધીએ 'કોઈ વિકલ્પ ન હોવાને કારણે' અનિચ્છાએ ઓપરેશન બ્લુ સ્ટારનો આદેશ આપ્યો હતો અને ખાલિસ્તાનની જાહેરાતની આશંકાના કારણે સુરક્ષા પગલાં લેવાયા હતા. સોનિયા ગાંધીએ એવો પણ દાવો કર્યો છે કે ઇન્દિરા ગાંધીએ પોતાના શિખ અંકગક્ષોને હટાવવાની સ્પષ્ટ ના પાડી હતી, જેના પરિણામે તેમણે પોતાની જાન ગુમાવવી પડી હતી. આ વિવાદાસ્પદ મુદ્દાઓ સામે આવ્યા બાદ શિખોની સુરક્ષા અને ભૂતકાળના નિર્ણયોને લઈને રાજકીય પક્ષો વચ્ચે સામસામે નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે.
આ ગરમાગરમી વચ્ચે આગામી દિવસોમાં પંજાબ અને રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસ પાર્ટી વિરુદ્ધ વિપક્ષી દળો દ્વારા આક્રમક આંદોલનો અથવા રાજકીય ઘેરાબંધી કરવામાં આવે તેવી પૂરી સંભાવના છે. વિશ્લેષકોના મતે, આ ખુલાસાઓથી કોંગ્રેસ માટે શિખ મતબેંકમાં મુશ્કેલીઓ વધી શકે છે, જ્યારે અકાલી દળ આ મુદ્દાને લંબાવીને પોતાની રાજકીય પકડ મજબૂત કરવાનો પ્રયાસ કરશે.

(10:12 PM IST)