<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th May 2026

સુનીતાનો વીડિયો ઇન્‍ટરનેટ પર આગની જેમ વાયરલ

‘મારો પતિ બકરો છે,' સુનીતા આહુજાએ બધાની વચ્‍ચે ખરાબ રીતે ઉડાવી ગોવિંદાની મજાક

મુંબઇ તા.૨૮: શિલ્‍પા શેટ્ટીનો નવો શો માં હૈ નાને લઈને ચર્ચામાં છે. 'માં હૈ ના' એક કોમેડી અને કૂકિગ શો છે, જેમાં જાણીતી હસ્‍તીઓ તેમનાં બાળકોની સાથે જોવા મળશે. મંગળવારનાં રોજ શોનું ટ્રેલર રિલીઝ થયું હતું, જેમાં મુંબઈમાં એક ઇવેન્‍ટ પણ થઈ હતી. ઇવેન્‍ટ શોમાં ભાગ લેનાર સેલેબ્‍સ મસ્‍તી-મજાક કરતા જોવા મળ્‍યાં હતા. સુનીતા આહુજા અને તેની દીકરી ટીના આહૂજા પણ શિલ્‍પાના શોથી ટીવી પર ડેબ્‍યૂ કરી રહી છે. ટ્રેલર લોન્‍ચ દરમિયાન સુનીતા આહૂજાએ તેનાં પતિ ગોવિદાની મજાક કરી હતી. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયાં પછી યુઝર્સે ખરીખોટી સંભળાવી છે.

માં હૈ ના ટ્રેલર લોન્‍ચ પર સુનીતા આહુજા પૈપ્‍સની સાથે મસ્‍તી કરતી જોવા મળી. પાપારાઝી સાથે વાત કરતા કહે છે કે બકરી છે. આ સમયે પાછળથી અવાજ આવે છે કે કોણ તમારા હસબન્‍ડ? આ સાંભળીને સુનીતા ચોંકી ગઈ અને કહ્યું કે તે બકરી નથી. ત્‍યારબાદ ઈશારો કરતા કહે છે કે તે બકરો છે. સુનીતાની વાત સાંભળીને તેમની પાસે ઉભેલી ઉર્વશી ઢોલકિયા પણ આ વાત સાંભળીને સુન્ન થઈ ગઈ. ઉર્વશીનાં રિએક્‍શન પરથી એવું લાગી રહ્યું છે કે આ વાત એક્‍ટ્રેસને જરા પણ પસંદ પડી નથી.

સુનીતાનો આ વીડિયો ઇન્‍ટરનેટ પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. આમ, આ વીડિયો જોયા પછી સુનીતા ટ્રોલ થઈ છે. આ સાથે યુઝર્સે ખરીખોટી સંભળાવી છે. એક યુઝર્સે કહ્યું કે, તમારા પતિ વગર કંઈ નથી. જ્‍યારે બીજા એક ફેને લખ્‍યું કે, આ પાગલ થઈ ગઈ છે. આમ, અનેક યુઝર્સે સુનીતા પર ગુસ્‍સે થયા છે.

જો કે આવી ઘટના પહેલીવાર નથી બની કે સુનીતા આહૂજાએ બધાની વચ્‍ચે ગોવિદાની મજાક કરી હોય. આ પહેલાં પણ સુનીતા આવું કામ કરી ચૂકી છે. આમ, આ શોની વાત કરવામાં આવે તો માં હૈ ના ૧૨ જૂનથી ઝીટીવી પર તમે જોઈ શકશો. ઉલ્‍લેખનીય છે કે, ગોવિદા અને સુનીતા હંમેશા કોઈને કોઈ વાતને લઈને સતત ચર્ચામાં રહેતા હોય છે.

(10:25 AM IST)