હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
નક્સલવાદનો સૂર્યાસ્ત: બસ્તરમાં હવે બંદૂકની ગોળી નહીં: વિકાસની ગૂંજ સંભળાશે!
અમિત શાહે બસ્તરને જાહેર કર્યું 'નક્સલમુક્ત' : દરેક આદિવાસી પરિવારને ગાય-ભેંસની ભેટ અને ડેરી નેટવર્ક સાથે છત્તીસગઢમાં આવશે શ્વેત ક્રાંતિ

રાયપુર : છત્તીસગઢના રક્તરંજિત ઈતિહાસમાં આજની તારીખ સુવર્ણ અક્ષરે લખાશે. જગદલપુરમાં એક ભવ્ય પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સત્તાવાર જાહેરાત કરી છે કે બસ્તર હવે નક્સલવાદના શિખંજામાંથી સંપૂર્ણપણે આઝાદ થઈ ગયું છે. શાહે દાવો કર્યો કે માત્ર બસ્તર જ નહીં, પરંતુ સમગ્ર ભારતમાંથી નક્સલવાદના મૂળિયા ઉખેડી નાખવામાં આવ્યા છે. દાયકાઓ સુધી જે ધરતી પર સુરક્ષા દળો અને આદિવાસીઓના લોહી રેડાયા હતા, ત્યાં હવે ભયનું વાતાવરણ સમાપ્ત થઈ ગયું છે અને શાંતિનો નવો સૂર્યોદય થયો છે.
નક્સલમુક્ત બસ્તર માટે સરકારની ભાવિ યોજનાઓ રજૂ કરતા અમિત શાહે 'ડેરી ક્રાંતિ'નું મોટું એલાન કર્યું છે. તેમણે જણાવ્યું કે બસ્તરના વિકાસને નક્સલવાદે રોકી રાખ્યો હતો, પરંતુ હવે અહીંના દરેક આદિવાસી પરિવારને એક ગાય અને એક ભેંસ આપવામાં આવશે. આ વિસ્તારમાં એક વિશાળ ડેરી નેટવર્ક સ્થાપિત કરવામાં આવશે, જેથી આદિવાસીઓ પશુપાલન દ્વારા આર્થિક રીતે આત્મનિર્ભર બની શકે. વન પેદાશોનો સીધો લાભ આદિવાસીઓ સુધી પહોંચાડવા માટે સરકાર કટિબદ્ધ છે, જે બસ્તરના જંગલોને આર્થિક પ્રગતિનું કેન્દ્ર બનાવશે.
રાજકીય પ્રહારો કરતા ગૃહમંત્રીએ જણાવ્યું કે અગાઉની કોંગ્રેસ સરકારે નક્સલવાદ વિરુદ્ધની લડાઈમાં કેન્દ્રને યોગ્ય સહયોગ આપ્યો ન હતો. ૧૩ ડિસેમ્બર, ૨૦૨૩ના રોજ ભાજપ સરકાર બન્યા બાદ ઓપરેશન્સ તેજ કરવામાં આવ્યા, જેનું પરિણામ આજે નક્સલમુક્ત ભારતના રૂપમાં સામે છે. તેમણે આ જીતનો અસલી શ્રેય સુરક્ષા દળોના જવાનોને આપતા કહ્યું કે તેમના સર્વોચ્ચ બલિદાન વગર આ અશક્ય હતું. મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાંઈની હાજરીમાં શાહે સ્પષ્ટ કર્યું કે હવે બસ્તરમાં માત્ર અને માત્ર વિકાસનો જ વિજય થશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
