<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

મતદાર યાદીની ખાસ સઘન સુધારણા અંગે ચૂંટણીપંચના સર્વસંમતિના દાવાને સુપ્રીમ કોર્ટમાં પડકાર :ત્રણેય ચૂંટણી કમિશનરોની મંજૂરીના મૂળ દસ્તાવેજો અંગે સવાલ

રાહુલ ગાંધી અને અન્ય વિપક્ષી નેતાઓએ પણ બેઠકની નોંધ, ફાઇલ ઉપરની મંજૂરી અને ચર્ચાની વિગતો માગી છે

નવી દિલ્હી:મતદાર યાદીની ખાસ સઘન સુધારણા અંગે ચૂંટણીપંચના નિર્ણયોની કાયદેસરતા સામે સુપ્રીમ કોર્ટમાં અરજદાર રાકેશ સિંહે નવી દલીલો રજૂ કરી છે. 

તેમણે ૧૫ નવેમ્બરે દાખલ કરેલા જવાબી સોગંદનામામાં જણાવ્યું છે કે ચૂંટણીપંચે ત્રણેય કમિશનરોની સર્વસંમતિથી નિર્ણયો લેવાયાનું કહ્યું છે, પરંતુ તેની પ્રક્રિયા અને મંજૂરીના મૂળ દસ્તાવેજો અંગે પ્રશ્નો યથાવત્ છે. 

વર્ષ ૨૦૨૩ના કાયદાની કલમ ૧૮ હેઠળ નિર્ણય લેવાની પ્રક્રિયાનું પાલન થયું હતું કે કેમ તે મુખ્ય મુદ્દો છે. 

રાહુલ ગાંધી અને અન્ય વિપક્ષી નેતાઓએ પણ બેઠકની નોંધ, ફાઇલ ઉપરની મંજૂરી અને ચર્ચાની વિગતો માગી છે. 

ચૂંટણીપંચે અગાઉના સોગંદનામામાં પોતાના નિર્ણયો નિયમસર અને સર્વસંમતિથી લેવાયાનું જણાવ્યું છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટનો અંતિમ ચુકાદો આવ્યો નથી.

(10:46 PM IST)