<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th October 2026

સર્વોચ્ચ અદાલતના કોલેજિયમ દ્વારા દેશની વિવિધ વડી અદાલતો માટે ચાર ન્યાયાધીશોને મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવાની ભલામણ : ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ શ્રી માનશ રંજન પાઠક ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનશે

સોમવારે જારી કરાયેલા પ્રસ્તાવ અનુસાર શ્રી માનશ રંજન પાઠક ઉપરાંત શ્રી પી સમ કોશી દિલ્હી હાઈકોર્ટ, શ્રી તપબ્રત ચક્રવર્તી તેલંગાણા હાઈકોર્ટ અને શ્રી સુધીર સિંહ ઉત્તરાખંડ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે સંભાળશે કમાન

નવી દિલ્હી - સર્વોચ્ચ અદાલતના કોલેજિયમ દ્વારા દેશની અલગ-અલગ વડી અદાલતો માટે ચાર ન્યાયાધીશોને મુખ્ય ન્યાયાધીશ તરીકે બઢતી આપવાની ભલામણ કરવામાં આવી છે. સોમવારે જારી કરાયેલા સત્તાવાર પ્રસ્તાવમાં આ મહત્વપૂર્ણ નિયુક્તિઓની જાહેરાત કરવામાં આવી છે.

કોલેજિયમના પ્રસ્તાવ અનુસાર, ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ શ્રી માનશ રંજન પાઠકને ગુજરાત હાઈકોર્ટના જ મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવા માટે ભલામણ કરાઈ છે. આ ઉપરાંત, તેલંગાણા હાઈકોર્ટના ન્યાયાધીશ શ્રી પી સમ કોશીને દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનાવવાની ભલામણ કરવામાં આવી છે.

સાથે જ, કલકત્તા હાઈકોર્ટના ન્યાયાધીશ શ્રી તપબ્રત ચક્રવર્તીને તેલંગાણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે અને પટના હાઈકોર્ટના ન્યાયાધીશ સુધીર સિંહને ઉત્તરાખંડ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવા માટે કોલેજિયમ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

(12:05 AM IST)