News of Wednesday, 18th November 2026
સીજેઆઇ વિરુદ્ધ ટિપ્પણી કરનાર વકીલને સુપ્રીમ કોર્ટની નોટિસ: ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત વિરુદ્ધ ભરી અદાલતમાં તેમની પ્રામાણિકતા અંગે વાંધાજનક ટિપ્પણીઓ કરનાર વકીલ સામે અવમાનનાની કાર્યવાહીનો માર્ગ ખુલ્યો
સુપ્રીમ કોર્ટે ૨૦ જાન્યુઆરી સુધી જવાબ માગ્યો

નવી દિલ્હી: ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અંગે કોર્ટમાં વાંધાજનક ટિપ્પણીઓ કરવાના મામલે સુપ્રીમ કોર્ટે એક વકીલને અવમાનનાની નોટિસ ફટકારી છે. સુપ્રીમ કોર્ટ બાર એસોસિયેશનની અરજી ઉપર ન્યાયમૂર્તિ દીપાંકર દત્તા, જોયમાલ્ય બાગચી અને વી. મોહનાની ત્રણ સભ્યોની ખંડપીઠે આ કાર્યવાહી કરી છે. કોર્ટે સંબંધિત વકીલ પાસેથી ૨૦ જાન્યુઆરી, ૨૦૨૭ સુધીમાં જવાબ માગ્યો છે.
સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન વકીલે ન્યાયતંત્રમાં કથિત ભ્રષ્ટાચારના મુદ્દે તાત્કાલિક સુનાવણીની માગણી કરી હતી. આ દરમિયાન તેમણે મુખ્ય ન્યાયાધીશની પ્રામાણિકતા અંગે વાંધાજનક નિવેદનો કર્યાનો આક્ષેપ છે. ત્યારબાદ સુરક્ષાકર્મીઓએ તેમને કોર્ટરૂમની બહાર લઈ ગયા હતા. બાર એસોસિયેશને આ વર્તનને અસ્વીકાર્ય ગણાવી કાર્યવાહી માગી હતી. હાલ નોટિસ અપાઈ છે, વકીલને દોષિત જાહેર કરવામાં આવ્યા નથી.
(11:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
