<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th May 2026

કોક્રોચ જનતા પાર્ટી વિરુદ્ધ CBI તપાસની માંગ અરજી મામલે સુપ્રીમ કોર્ટમાં 1 જૂને થશે સુનાવણી

એડવોકેટ રાજ ચૌધરી દ્વારા સુપ્રીમ કોર્ટમાં આ જનહિત અરજી દાખલ

નવી દિલ્હી :કોકરોચ જનતા પાર્ટી (CJP) ની પ્રવૃત્તિઓ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી પર ૧ જૂન ૨૦૨૬ ના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે આ મામલે તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ આગામી ૧ જૂને આ કેસ સાંભળવા માટે સંમતિ દર્શાવી છે 

એડવોકેટ રાજ ચૌધરી દ્વારા સુપ્રીમ કોર્ટમાં આ જનહિત અરજી દાખલ કરવામાં આવી છે.અરજીમાં 'કોકરોચ જનતા પાર્ટી' સાથે જોડાયેલા લોકો સામે CBI તપાસની માંગ કરવામાં આવી છે.

 કોર્ટે અરજીકર્તાને કહ્યું કે "બહુ ભાવુક થવાની જરૂર નથી". અદાલતી કાર્યવાહી દરમિયાન ન્યાયાધીશો અને વકીલો વચ્ચે થતી મૌખિક વાતચીતનો સોશિયલ મીડિયા પર વ્યાપારી કે અન્ય ફાયદા માટે દુરુપયોગ ન થવો જોઈએ. 

 ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતની એક કથિત ટિપ્પણી બાદ આ વિવાદ શરૂ થયો હતો. સોશિયલ મીડિયા પર એવો દાવો કરાયો હતો કે તેમણે બેરોજગાર યુવાનોની સરખામણી વાંદાઓ (કોકરોચ) સાથે કરી હતી.આ ટિપ્પણીના વિરોધમાં મહારાષ્ટ્રના અને હાલ બોસ્ટનમાં રહેતા અભિજીત દીપકે દ્વારા સોશિયલ મીડિયા પર પ્રતીકાત્મક રીતે 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) ની શરૂઆત કરવામાં આવી.

 આ ઓનલાઈન મુવમેન્ટ ડિજિટલ પ્લેટફોર્મ પર ખૂબ વાયરલ થઈ છે. ઇન્સ્ટાગ્રામ પર આ પેજના ફોલોઅર્સની સંખ્યા ટૂંક સમયમાં જ કરોડોમાં પહોંચી ગઈ છે.સોશિયલ મીડિયા અને યુવા વર્ગ (Gen Z) માં ભારે ચર્ચા જગાવ્યા બાદ આ પ્રતીકાત્મક પાર્ટી ૧ જૂનથી ગુજરાતમાં પણ સક્રિય થવા જઈ રહી છે.

 

(11:47 PM IST)