<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

રાજેશ ખન્ના સાથેના સંબંધને માન્‍યતાની અનિતા અડવાણીની અરજી સુપ્રીમે ફગાવી

ઘણા વર્ષો સુધી સુપરસ્‍ટાર રાજેશ ખન્ના સાથે લિવ-ઈનમાં હતી : આ અરજી લક્‍ઝરી પિટિશન છે તેની સુનાવણીનો કોઈ આધાર નથી તેવી સુપ્રીમ કોર્ટની ટિપ્‍પણી

નવી દિલ્‍હી, તા. ૩૦ : ભૂતપૂર્વ અભિનેત્રી અનિતા અડવાણીએ સ્‍વર્ગસ્‍થ અભિનેતા રાજેશ ખન્ના સાથેના તેમના કથિત સંબંધને લગ્ન તરીકે કાયદેસર માન્‍યતા આપવાની કરેલી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે આ મામલાને લક્‍ઝરી મુકદ્દમાં ગણાવ્‍યો હતો.

જસ્‍ટિસ એમએમ સુંદરેશ અને પ્રસન્ના બી વરાલેની બેન્‍ચે કહ્યું કે અરજી પર સુનાવણી કરવાનો કોઈ આધાર નથી. અડવાણીના વકીલે કોર્ટને જણાવ્‍યું હતું કે તે રાજેશ ખન્ના સાથેના તેના સંબંધ માટે આદર અને માન્‍યતા મેળવવા માંગે છે. તેમણે રજૂઆત કરી હતી કે સિવિલ અરજીનો હેતુ ગૌરવ અને ઓળખ મેળવવાનો હતો. જોકે, કોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી.

અનિતા અડવાણીએ દાવો કર્યો હતો કે તે ઘણા વર્ષોથી રાજેશ ખન્ના સાથે લિવ-ઇન રિલેશનશિપમાં હતી. તેમણે  આરોપ લગાવ્‍યો હતો કે ૨૦૧૨ માં તેમને દિવંગત અભિનેતાના મુંબઈ સ્‍થિત બંગલા ‘આશીર્વાદ' છોડવાનું કહેવામાં આવ્‍યું હતું. આ કેસમાં અડવાણીએ રાજેશ ખન્નાની પત્‍ની ડિમ્‍પલ કાપડિયા, પુત્રી વિકલ ખન્ના અને જમાઈ અક્ષય કુમારનું નામ લીધું હતું. અનિતાએ એક પુસ્‍તક ‘એંડીયરેબલી વિક્‍ડ વેઝ ઓફ રાજેશ ખન્ના' પણ લખ્‍યું છે. જેમાં તેમણે સ્‍વર્ગસ્‍થ સુપરસ્‍ટાર સાથેના તેમના જીવન વિશે વિસ્‍તળત રીતે લખ્‍યું છે. થોડા પહેલા, અનિતાએ સ્‍વર્ગસ્‍થ રાજેશ ખન્ના સાથેના તેના સંબંધો વિશે વાત કરી હતી.

(11:38 AM IST)