<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th September 2026

સલવાર ઉતારવો બળાત્‍કારનો પ્રયાસ ન ગણાય પટણા હાઈકોર્ટના અવલોકનથી સુપ્રીમ નારાજ

આરોપીનો પક્ષ સાંભળ્‍યા પછી હાઈકોર્ટનો ચુકાદો રદ ઠરી શકેઃ ચીફ જસ્‍ટિસ

પટણા  તા.૨૪: હાઈકોર્ટના એક ચુકા સામે સુપ્રીમ કોર્ટે ભારભાર નારાજગી વ્‍યક્‍ત કરી છે. સલવાર ઉતારવાના કૃત્‍યને બળાત્‍કારનો પ્રયાસ નહીં ગુણવાનું વલણ હાઈકોર્ટે અપનાવ્‍યું છે. સુપ્રીમ કોર્ટે આ ચુકાદાને આપત્તિજનક ગણાવી રદ કરાવવાની ચીમકી આપી છે. ચીફ જાસ્‍ટિસ સૂર્યકાંત, જાસ્‍ટિસ જોષમાલ્‍યા બાગચી અને જસ્‍ટિસ વી મોહનાની બેન્‍ચ સમક્ષ હાઈકોર્ટના ચર્ચાસ્‍પદ ચુકાદાની સુનાવણી હાય પરાઈ હતી, જેમાં ચીફ જાસ્‍ટિસે પટના હાઈકોર્ટના ચુકાદામાં કેટલીક ટિપ્‍પણીઓને આપત્તિજનક ગણાવી હતી અને આરોપીનો પક્ષ સાંભળ્‍યા પછી ચુકાદો રદ કરાવવાની શક્‍યતા વ્‍યક્‍ત કરી હતી.

ચીફ જસ્‍ટિસે બિહારના એડવોકેટ જનરલ એસ ડી સંજયને સ્‍થાનિક પોલીસ મારફતે આરોપીને નોટિસ મોકલવા નિરદેશ આવ્‍યા હતા. સુપ્રીમ કોર્ટમાં અલતાબાદ હાઈકોર્ટના આવા જએક આદેશ પર સુનાવણી ચાલી રહી હતી ત્‍યારે પટના હાઈકોર્ટના ચુકાદા અંગે જાણકારી આપવામાં આવી હતી. અલાહાબાદ હાઈકોર્ટે પોતાના ચુકાદામાં નોંપ્‍યું હતું કે, સગીરની છાતી દભાવવી અને પાયજામાનું નાડુ તોડવું બળાત્‍કારનો પ્રયાસ નથી. અલાહાબાદ હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટે રદ કરાવ્‍યો હતો.

૧૪ જુલાઈએ સુપ્રીમ કોર્ટ સમક્ષ પટના હાકોર્ટના ચુકાદાનો ઉલ્‍લેખ થયો હતો, જેમાં ૯ જુલાઈએ હાઈકોર્ટે મહિલાની સલવાર ઉતારવાનો પ્રયાસ અને છાતી દબાવવાની ઘટનાને બળાત્‍કારનો પ્રયાસ માનવા ઈનકાર કર્યો હતો. શારીરિક સંબંધ બનાવવાના પુરાવા અને બળાત્‍કારના ઈરાદાનું કૃત્‍ય નહીં જણાતું હોવાનું ઠરાવતા હાઈકોર્ટે નોંપ્‍યુ હતું કે, મહિલાના ગૌરવનો ભંગ કરવાનો અપરાય બન્‍યો છે, પરંતુ બળાત્‍કારનો પ્રયાસ સાબિત થતો નથી. ૨૦૦૮માં બિહારના બાંકા ખાતે નોંધાયેલા કેસમાં હાઈકોર્ટે આરોપીને બળાત્‍કારના ગુનામાંથી મુક્‍ત કર્યો હતો. ૧૩ વર્ષ બાદ ૯ જુલાઈ, ૨૦૦૬ના રોજ પટના હાઈકોર્ટ આ કેસમાં તબીબી પુરાવાનો અભાવ અને બળાત્‍કારના પ્રયાસની પુષ્ટિ નહી મળ્‍યાનું ઠરાવ્‍યું હતું અને આરોપીન નિર્દોષ છોડ્‍યો હતો.

(10:27 AM IST)