તા. ૨૪ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ -૭, મંગળવાર
News of Saturday, 30th May 2026
રિલાયન્સના વનતારા પ્રોજેક્ટ મામલે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો: વિદેશથી પ્રાણીઓ લાવવાની પ્રક્રિયામાં નવી તપાસનો સ્પષ્ટ ઇનકાર કરી અરજી ફગાવી
અગાઉ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા પ્રોજેક્ટને મળી ચૂકી છે ક્લીન ચિટ: કાયદાકીય ગેરરીતિ ન જણાતા અદાલતે વિવાદનો અંત આણ્યો

નવી દિલ્હી: જામનગરમાં આવેલા રિલાયન્સના વનતારા પ્રોજેક્ટ હેઠળ વિદેશથી પ્રાણીઓની આયાત કરવાના મામલે સર્વોચ્ચ અદાલતે નવી તપાસનો આદેશ આપવાનો ઇનકાર કરી દીધો છે. અદાલતે નોંધ્યું હતું કે અગાઉ રચવામાં આવેલી એસઆઈટી દ્વારા સંપૂર્ણ તપાસ બાદ પ્રોજેક્ટને ક્લીન ચિટ અપાઈ ચૂકી છે, તેથી વધુ તપાસની જરૂર નથી.
ગુજરાતના જામનગરમાં કાર્યરત વિશ્વ કક્ષાના એનિમલ રેસ્ક્યુ અને રિહેબિલિટેશન સેન્ટર 'વનતારા પ્રોજેક્ટ' ને લઈને ભારતીય સર્વોચ્ચ અદાલતે (સુપ્રીમ કોર્ટ) મોટો અને રાહતરૂપ ચુકાદો આપ્યો છે. વનતારા પ્રોજેક્ટ અંતર્ગત વિદેશમાંથી વન્ય પ્રાણીઓની આયાત કરવાના મામલે ઉઠાવવામાં આવેલા વાંધાઓ અને નવી તપાસની માંગ કરતી અરજીને કોર્ટે સ્પષ્ટપણે ફગાવી દીધી છે.
અદાલતે સુનાવણી દરમિયાન સ્પષ્ટ કર્યું હતું કે, આ જ મામલાની ઊંડાણપૂર્વક તપાસ માટે અગાઉ એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી) ની રચના કરવામાં આવી હતી. આ ટીમ દ્વારા તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ કર્યા બાદ વનતારા પ્રોજેક્ટને સંપૂર્ણ ક્લીન ચિટ આપવામાં આવી હતી.
પ્રાણીઓની આયાત અને તેમના જાળવણીમાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કાયદાઓનું સંપૂર્ણ પાલન કરવામાં આવતું હોવાથી, હાલના તબક્કે આ કેસમાં કાયદાકીય રીતે કોઈ ગેરરીતિ જણાતી નથી. આથી, કોઈ નક્કર કારણ વિના ફરીથી નવી તપાસ શરૂ કરવાનો કોઈ અર્થ રહેતો નથી તેમ જણાવી અદાલતે આ વિવાદનો કાયમી અંત આણ્યો છે.
(8:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
