તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 7th October 2026
ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટની લાલ આંખઃ રાજપાલ યાદવને રૂ.૨ કરોડ જમા કરાવવા માટે ૧૩ ઓક્ટોબર સુધીની મુદત
અભિનેતાની વધી મુશ્કેલીઓઃ કોર્ટમાં રૂ.૧.૧૫ કરોડનો ડિમાન્ડ ડ્રાફટ રજૂ કરાયોઃ બાકીના નાણાં ચૂકવવા માટે અંતિમ તક અપાઈ ફિલ્મની જેમ જ પૈસા પણ ગાયબ છેઃ સુનાવણી વખતે મુખ્ય ન્યાયાધીશે કર્યો કટાક્ષ

નવી દિલ્હી, તા.૭: બોલિવૂડના લોકપ્રિય કોમેડિયન અને અભિનેતા રાજપાલ યાદવ સાથે સંકળાયેલા લાંબા સમયથી ચાલી રહેલા ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટે અત્યંત કડક રૂખ અપનાવ્યો છે. અગાઉની સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે અભિનેતાના વલણ સામે સખત નારાજગી વ્યક્ત કરી હતી. સુનાવણી વેળાએ મુખ્ય ન્યાયાધીશે કટાક્ષ કરતા કડક શબ્દોમાં ટકોર કરી હતી કે, જેમ તેમની ફિલ્મોમાં પૈસા ગાયબ થઈ જાય છે, તેવી જ રીતે આ મામલામાં પણ નાણાં રફૂચક્કર થઈ ગયા છે. જોકે, કાનૂની -ક્રિયા અને વ્યવહારુ મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને કોર્ટે અભિનેતાને મોટી રાહત આપતા નાણાં જમા કરાવવા માટે આગામી ૧૩ ઓક્ટોબર સુધીનો સમય લંબાવી આપ્યો છે.
ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ જોયમલ્યા બાગચી અને ન્યાયાધીશ વી. મોહનાની વિશેષ બેન્ચ સમક્ષ આ મામલાની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન રાજપાલ યાદવના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે કુલ રૂ.૨ કરોડ જમા કરાવવાના નિર્દેશ સામે અભિનેતાએ રૂ.૧.૧૫ કરોડની વ્યવસ્થા કરી લીધી છે અને તેનો ડિમાન્ડ ડ્રાફ્ટ પણ રજૂ કરવામાં આવ્યો છે. બાકી રહેલી રકમ ચૂકવવા અંગે સ્પષ્ટતા કરતા વકીલે ઉમેર્યું હતું કે પિતળ પક્ષ અને તહેવારોની મોસમને કારણે પૈતળક જમીનના વેચાણ દસ્તાવેજોની નોંધણી નવરાત્રિ પછી થાય તેમ છે, પરંતુ ખરીદનાર એડવાન્સ પેટે બાકી રકમ ચૂકવવા સંપૂર્ણપણે તૈયાર છે.
બચાવ પક્ષની આ રજૂઆત અને પ્રક્રિયાગત વિલંબને ધ્યાનમાં લઈને સુપ્રીમ કોર્ટે બાકીની રકમ સત્તાવાર રીતે જમા કરાવવા માટે સોમવાર, ૧૩ ઓક્ટોબર સુધીની મુદત મંજૂર કરી છે. અદાલતે અગાઉ ચુકવણીમાં થઈ રહેલા વિલંબ અને આદેશોના પાલનમાં થયેલી ચૂક બદલ કડક શબ્દોમાં ચેતવણી પણ આપી હતી. આ કેસમાં કાનૂની પાસાઓ અને નાણાકીય લેણદેણની પ્રક્રિયાને અંતિમ સ્વરૂપ આપવા માટે કોર્ટે આગામી સુનાવણી બે અઠવાડિયા પછી નિર્ધારિત કરી છે, જેથી નિર્ધારિત સમયમર્યાદામાં તમામ નાણાકીય વચનો પૂરા થઈ શકે.
(3:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
