હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સુપ્રીમ કોર્ટનો કડક આદેશ અને સરકારની મોટી કાર્યવાહી: સીજેપી વિરોધ મામલે વિદ્યાર્થીને ગેરકાયદેસર નોટિસ ફટકારનાર એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ!
અદાલતે અધિકારીને પૂછ્યું હતું- "તમારી હિંમત કેવી રીતે થઈ?"; સોલિસિટર જનરલે સુપ્રીમ કોર્ટમાં સસ્પેન્શન અંગે આપી સત્તાવાર માહિતી

નવી દિલ્હી, તા.10: દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટના કડક વલણ બાદ રાજ્ય પ્રશાસનમાં મોટો ધડાકો થયો છે. સર્વોચ્ચ અદાલતના મનાઈહુકમ (સ્ટે) હોવા છતાં દિલ્હીના જંતર-મંતર પર 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) ના વિરોધ પ્રદર્શન અંગે એક વિદ્યાર્થીને કારણદર્શક નોટિસ પાઠવનાર ગ્રેટર નોઈડાના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ગુરુવારે સુનાવણી દરમિયાન ભારતના સોલિસિટર જનરલે પોતે આ અંગે સુપ્રીમ કોર્ટને માહિતગાર કર્યા છે.
વિદ્યાર્થી પાસે રૂ. ૫ લાખના બોન્ડની કરાઈ હતી માંગણી
આ સમગ્ર વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ગૌતમ બુદ્ધ યુનિવર્સિટીના વિદ્યાર્થી અક્ષત ત્રિપાઠી સામે 'કોકરોચ જનતા પાર્ટી' વિરુદ્ધ પ્રચાર કરવા બદલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટે BNSS ની કલમ ૧૩૦ હેઠળ નોટિસ જારી કરી હતી. નોટિસમાં વિદ્યાર્થી પાસે રૂ. ૫ લાખના પર્સનલ બોન્ડની માંગણી કરવામાં આવી હતી. આ અન્યાયી પગલા સામે વિદ્યાર્થીએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવતા રિટ અરજી દાખલ કરી હતી.
સુપ્રીમ કોર્ટે અધિકારીને લીધા ઝાટકણીએ
બુધવારે યોજાયેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટના આ પગલા પર અત્યંત આક્રોશ વ્યક્ત કર્યો હતો. કોર્ટે સ્ટે ઓર્ડર હોવા છતાં નોટિસ જારી કરવા બદલ અધિકારીની આકરી ઝાટકણી કાઢતા પૂછ્યું હતું કે, "અદાલતના આદેશો છતાં આવી નોટિસ આપવાની તમારી હિંમત કેવી રીતે થઈ?" અદાલતના આ કડક વલણ બાદ તુરંત જ સરકારે કાર્યવાહી હાથ ધરીને જવાબદાર અધિકારીને સસ્પેન્ડ કરી દીધા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
