News of Sunday, 25th October 2026
સૂરજપુરના માતા-પુત્ર હત્યાકાંડમાં હવે પત્નીએ કહ્યું, ‘મારા જીવને પણ જોખમ હતું’: મારી સંમતિ વિના એક કરોડ રૂપિયાનો વીમો ઉતરાવ્યો, મને પણ મારી નાખવાના હતા
શિક્ષિકા માતા રજની બરેઠ અને સગા ભાઇ સુજલની હત્યામાં પ્રવેશકુમારની ધરપકડ

સૂરજપુર: છત્તીસગઢમાં બેવડી હત્યાના આરોપીની પત્ની સરિતા લકડાએ પોતાની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે. પોલીસની તપાસમાં નાણાકીય હેતુ સામે આવ્યો છે;
શિક્ષિકા રજની બરેઠ અને તેમના પુત્ર સુજલની હત્યાના કેસમાં ધરપકડ કરાયેલા પ્રવેશ ઉર્ફે પરવેશકુમારની પત્ની સરિતા લકડાએ પતિને કડક સજા કરવાની માગ કરી છે. સરિતાનો દાવો છે કે પતિએ તેમની સંમતિ વિના એક કરોડ રૂપિયાનો વીમો ઉતરાવ્યો હતો અને તેમને પોતાનો જીવ પણ જોખમમાં હતો.
તા. ૧૦ ઓક્ટોબરે સુજલનો મૃતદેહ મળ્યા બાદ તપાસ દરમિયાન રજનીનો મૃતદેહ તેમના ઘરેથી મળી આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, લગભગ ૧૯ લાખ રૂપિયાની લોનની રકમ મેળવવાના હેતુથી રજનીની હત્યા કરવામાં આવી અને ભેદ ખૂલવાની આશંકાએ પુત્રને પણ મારવામાં આવ્યો હતો.
સીસીટીવી, વાહનની ઓળખ અને તકનીકી પુરાવાના આધારે તપાસ આગળ વધી હતી. પોલીસ અધિક્ષક યોગેશકુમાર પટેલની દેખરેખ હેઠળ કાર્યવાહી કરાઈ હતી
(9:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
