News of Friday, 11th September 2026
સુરતના દંપતીને ૫ દિવસ ડિજિટલ એરેસ્ટ કરી રૂા.૧૩ લાખ પડાવનાર મુખ્ય ઓપરેટર દિલ્હીથી ઝડપાયો, ખાતામાંથી રૂા.૧ કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન મળ્યા
સુરતમાં ડિજિટલ એરેસ્ટના કેસમાં સાયબર ક્રાઈમને મોટી સફળતા મળી

નવી દિલ્હી તા.૧૧: છેલ્લા ઘણા સમયથી ડિજિટલ એરેસ્ટના નામે લોકો સાથે છેતરપિડીના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે આવા જ એક ગંભીર કેસમાં સુરત સાયબર ક્રાઈમને મોટી સફળતા મળી છે. પોલીસે મુંબઈના ઇક્વિપમેન્ટ સપ્લાયર અફાક આલમ અંસારીને દિલ્હથી ઝડપી પાડ્યો છે. આરોપી સામે તપાસ કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. મળતી માહિતી મુજબ, ગઠિયાઓએ એક દંપતીને CBI અને મુંબઈ પોલીસના નકલી લેટરો બતાવીને ડરાવ્યું હતું અને તેમને ૫ દિવસ સુધી ડિજિટલ એરેસ્ટમાં રાખ્યા હતા. આ દરમિયાન આરોપીઓએ દંપતી પાસેથી કુલ રૂ.૧૩ લાખ પડાવી લીધા હતા.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે દંપતી પાસેથી પડાવવામાં આવેલા રૂપિયા જે બેંક ખાતામાં ટ્રાન્સફર થયા હતા, તે બેંક ખાતાનો મુખ્ય ઓપરેટર અફાક આલમ અંસારી હતો. આરોપીએ માત્ર રૂ.૩ લાખના કમિશનની લાલચમાં પોતાની કંપનીનું બેંક એકાઉન્ટ સાયબર ગઠિયાઓને આપ્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. એટલે કે, આરોપીએ પોતાના બેંક ખાતાનો ઉપયોગ ગઠિયાઓને છેતરપિડીથી મેળવેલા રૂપિયા ટ્રાન્સફર કરવા માટે કરવા દીધો હતો.
(3:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
