તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 15th September 2026
૨૦૨૭ ની વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં સર્જિકલ સ્ટ્રાઈક: નબળું પ્રદર્શન કરનારા અડધા સચિવોની છટણીની તૈયારી!
રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠક બાદ ઓડિટ રિપોર્ટ જાહેર: હવેથી સચિવોએ મહિનામાં ૧૫ દિવસ સોંપાયેલા રાજ્યોમાં વિતાવવા પડશે અને માસિક પ્રગતિ રિપોર્ટ સોંપવો પડશે

નવી દિલ્હી : આગામી ૨૦૨૭ માં ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા, મહારાષ્ટ્ર અને ઓડિશા સહિતના મહત્વપૂર્ણ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ હાઈકમાન્ડે પક્ષમાં મોટો સંગઠનાત્મક ફેરબદલ કરવાનો નિર્ણય લીધો છે. પક્ષના સૂત્રો અનુસાર, લાંબા સમયથી નિષ્ક્રિય અને નબળું પ્રદર્શન કરનારા આશરે અડધા સચિવોને પદ પરથી મુક્ત કરવામાં આવશે. તેમના સ્થાને પાયાના સ્તરે સક્રિય રીતે કામ કરી શકે તેવા અને સંગઠનને મજબૂત બનાવી શકે તેવા નવા તથા યુવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે.
આ ફેરબદલ અગાઉ પક્ષ નેતૃત્વ દ્વારા તમામ સચિવોના કામકાજનું વિગતવાર પરફોર્મન્સ ઓડિટ કરવામાં આવ્યું હતું. પક્ષમાં હાલમાં કાર્યરત આશરે ૬૪ સચિવોમાંથી ડઝનબંધ નેતાઓના પર્સનલ ઇન્ટરવ્યુ લેવાયા હતા અને તેમને સોંપાયેલી જવાબદારીઓ તેમજ પક્ષ માટે કરેલા કાર્યો અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ ઓડિટમાં લગભગ અડધા સચિવોનું પ્રદર્શન અત્યંત નિરાશાજનક અને નિષ્ક્રિય જણાતાં, પક્ષ વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીની મંગળવારે યોજાયેલી ઉચ્ચ-સ્તરીય બેઠક બાદ તેમને પદમુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નવા સુધારાના ભાગરૂપે, કોંગ્રેસ હાઈકમાન્ડ હવે સચિવો માટે કડક માર્ગદર્શિકા (ગાઈડલાઈન્સ) પણ જાહેર કરવા જઈ રહ્યું છે. જે અંતર્ગત દરેક સચિવે પોતાના હવાલા હેઠળના રાજ્યોમાં મહિનામાં ઓછામાં ઓછા ૧૫ દિવસ વિતાવવા ફરજિયાત રહેશે અને દર મહિને પક્ષના ટોચના નેતૃત્વને પ્રગતિ રિપોર્ટ (પ્રોગ્રેસ રિપોર્ટ) સોંપવો પડશે. સંગઠનને જમીની સ્તરેથી મજબૂત કરવાના આ અભિયાનમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને મહારાષ્ટ્ર જેવા મહત્વના રાજ્યોના સક્રિય યુવા ચહેરાઓને પ્રાધાન્ય આપી નવી જવાબદારીઓ સોંપવામાં આવશે.
(10:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
