તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 27th April 2026
નોઇડામાં કાળઝાળ ગરમી અને હીટવેવનો પ્રકોપ વધ્યો: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આજથી જ તમામ શાળાઓના સમયમાં વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક અસરથી કરાયો મોટો ફેરફાર: સમગ્ર ઉત્તર ભારત સહિત નોઇડામાં કાળઝાળ ગરમી અને જીવલેણ હીટવેવનો ભયાનક કહેર

નવીદિલ્હી: સમગ્ર ઉત્તર ભારત સહિત નોઇડામાં હાલમાં કાળઝાળ ગરમી અને જીવલેણ હીટવેવનો કહેર જોવા મળી રહ્યો છે. વધતા જતા તાપમાન અને આકરા તાપને કારણે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડવાની શક્યતાઓ ઊભી થઈ હતી. આ પરિસ્થિતિને ગંભીરતાથી લેતા, ગૌતમ બુદ્ધ નગર જિલ્લા વહીવટીતંત્ર અને શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓની સુરક્ષા અને હિતને ધ્યાનમાં રાખીને આજથી જ નોઇડાની તમામ સરકારી અને ખાનગી શાળાઓના સંચાલનના સમયમાં તાત્કાલિક અસરથી ફેરફાર કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
સત્તાવાર આદેશ મુજબ, કાળઝાળ ગરમીમાંથી રાહત આપવા શાળાઓ હવે સવારના સમયમાં વહેલી શરૂ થશે અને બપોરના આકરા તાપ પહેલા જ પૂર્ણ કરી દેવામાં આવશે.
(9:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
