તા. ૧૩ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૨ રવિવાર
News of Thursday, 14th May 2026
બે દિવસની રજા લઈ લો, પણ વાંદરાને ભગાડો
વાંદરાઓનો આતંક ...ભારતના પાડોશી દેશમાં જાહેર રજા ઘોષિત થઈ... જનતા કંટાળી ગઈ

કાઠમંડુ તા.૧૪: નેપાળના પહાડી વિસ્તારમાં વાંદરાઓનો આતંક એટલો વધી ગયો છે કે સ્થાનિક પ્રશાસન લોકો સાથે મળીને ખાસ અભિયાન ચલાવવું પડ્યું છે. તેહરથુમ જિલ્લાની લાલિગુરાસ નગરપાલિકાએ વાનરથી પાક અને વસ્તીને બચાવવા માટે ૧૫ મેના રોજ જાહેર રજા ઘોષિત કરી છે. આ દિવસે સ્થાનિક લોકો સામૂહિક રીતે ખેતર અને ગામમાં જઈને વાંદરાઓ ભગાડવાનું અભિયાન ચલાવશે. સાંભળવામાં આ થોડું અજીબ લાગી શકે છે, પણ નેપાળમાં આવું થઈ રહ્યું છે. આ રસપ્રદ સમાચાર આજુબાજુના દેશોમાં પણ વાયરલ થઈ રહ્યા છે.
નગરપાલિકાના જણાવ્યા અનુસાર, રાતો બાંદર એટલે કે રીસસ મકાક વાનરના ઝૂંડ સતત ખેડૂતોના પાકને નુકસાન પહોંચાડી રહ્યા છે. આ વાનર મકાઈ, બટાટા, ફળ અને શાકભાજીના પાકને બરબાદ કરી નાખે છે. હાલમાં સ્થિતિ એટલી ખરાબ છે કે ખેડૂતોને આખી રાત જાગીને પાકની રખેવાળી કરવી પડે છે. ત્યાં સુધી કે કેટલાય બાળકો પણ અભ્યાસ છોડી પાકની સુરક્ષામાં પરિવારને સાથ આપવા મજબૂર બન્યા છે. આવા સમયે આ મોટી સમસ્યા બની ચૂકી છે.
૧૫-૧૬ મેના રોજ રજા લો અને વાનર ભગાવોઃ મેયર અર્જૂન માબુહાંગે કહ્યું કે, વાનરની સમસ્યાને મોટા ભાગે મામૂલી સમજવામાં આવે છે, પણ તે ખેડૂતોની આજીવિકા અને બાળકોના અભ્યાસ બંનેને પ્રભાવિત કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, ૧૫ અને ૧૬ મેના રોજ બે દિવસ ખાસ અભિયાન ચલાવી વાનરને નગરપાલિકા વિસ્તારમાંથી ખદેડવાની કોશિશ કરવામાં આવશે.
નગરપાલિકાએ સૌથી વધારે પ્રભાવિત વિસ્તારમાં અસ્થાયી ચોકીઓ અને દેખરેખ ટીમ પણ તૈનાત કરી છે. વોર્ડ નંબર ૮ના મેધા, નાગેશ્વરી અને સિહાથાપ જેવા વિસ્તારમાં કર્મચારીઓ સતત વાનરને ભગાડવાનું કામ કરી રહ્યા છે. મેયર માબુહાંગે કહ્યું કે જ્યારે તેમના કાર્યકાળની શરૂઆતમાં વાનરને કંટ્રોલ કરવા માટે કર્મચારીઓને તૈનાત કર્યા, ત્યારે લોકોએ તેની મજાક ઉડાવી હતી. પણ હવે સ્થિતિ ગંભીર થઈ ચૂકી છે અને ખેડૂતો પરેશાન છે.
તેમણે નેપાળની સંઘીય સરકાર પાસે આ સમસ્યાને રાષ્ટ્રીય મુદ્દો માની દીર્ઘકાલિન સમાધાન શોધવાની માગ કરી છે. તેમનું કહેવું છે કે ખાલી સ્થાનિક સરકારો માટે આ સમસ્યાનું નિવારણ લાવવું શક્ય નથી. વાનરને માનવ વસ્તીથી દૂર રાખવા માટે નગરપાલિકા સામુદાયિક જંગલોમાં જામફળ અને નાશપતિ જેવા ફળવાળા ઝાડ ઉગાડવાનો પ્લાન બનાવી રહી છે, જેથી તેમને જંગલમાં જ ભોજન મળી રહે.
નેપાળના પહાડી જિલ્લામાં છેલ્લા થોડાક વર્ષોથી વાનરો દ્વારા પાકને નુકસાન પહોંચાડવાની ઘટનાઓ ખૂબ વધી ગઈ છે. જો કે સરકાર અને સ્થાનિક સમુદાયો ડરાવવા, પકડવા અને નસબંધી જેવા કેટલાય ઉપાય અપનાવ્યા છે પણ તેમાંથી મોટા ભાગના નિષ્ફળ ગયા. નિષ્ણાતોનું માનવું છે કે નેપાળમાં વાનરને ધાર્મિક મહત્ત્વ પણ આ સમસ્યાના સમાધાનમાં અડચણરૂપ બને છે. કેમ કે હિન્દુ ધર્મમાં તેને ભગવાન હનુમાનનું રૂપ માનીને પૂજા કરવામાં આવે છે.
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
