<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd September 2026

પેઇનકિલર અને એન્‍ટિબાયોટિક ચણા-મમરાની જેમ લેવાથી કિડની ફેલ થવાનું મોટું જોખમ

સરકારે દવાઓના આડેધડ ઉપયોગ સામે ચેતવણી જાહેર કરીને મેડિકલ સ્‍ટોર્સને કડક આદેશ આપ્‍યા

નવી દિલ્‍હી તા.૨૩: પેઇનકિલર અને ઍન્‍ટિબાયોટિક દવાઓના વધુ પડતા ઉપયોગ સામે સરકારે ગંભીર ચેતવણી આપી છે. આ દવાઓના આડેધડ અને અયોગ્‍ય ઉપયોગથી કિડની સંબંધિત ગંભીર બીમારીઓ અને કિડની ફેલ થવાનું જોખમ રહેલું છે. સરકારે સ્‍પષ્ટ સૂચના આપી છે કે ડોક્‍ટરની સલાહ વિના પોતાની જાતે કોઈ પણ દવા લેવાનું ટાળવું જોઈએ, સામાન્‍ય વાઇરલ ઇન્‍ફેક્‍શનમાં એન્‍ટિબાયોટિક્‍સનો ઉપયોગ ન કરવો જોઈએ.

એક રિપોર્ટ અનુસાર ઓગસ્‍ટ ૨૦૨૨માં દેશનું એન્‍ટિબાયોટિક બજાર ૨૩,૦૪૫ કરોડ રૂપિયાનું હતું, જે ઓગસ્‍ટ ૨૦૨૬માં વધીને ૨૮,૫૧૩ કરોડ રૂપિયા થઈ ગયું છે.

દવાઓના વધતા જતા ઉપયોગને ધ્‍યાનમાં રાખીને ડ્રગ કન્‍ટ્રોલરે ડોક્‍ટરોને પણ દરદીની સ્‍થિતિ અને ઉંમર ધ્‍યાનમાં રાખીને જ ઓછામાં ઓછી અસરકારક માત્રા લખવા જણાવ્‍યું હતું. સાથે જ ફાર્માસિસ્‍ટ અને મેડિકલ સ્‍ટોર સંચાલકોને પણ પ્રિસ્‍ક્રિપ્‍શન વગર આ દવાઓ ન આપવા કડક આદેશ અપાયો છે.

(10:08 AM IST)