<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th November 2026

આવાસ યોજના માટે બે-અઢી હજાર રૂપિયા લેવા એ ભ્રષ્ટાચાર નથી : યુપીના મહિલા મંત્રીના નિવેદનથી વિવાદ

ભાજપના કેબિનેટ મંત્રી બેબીરાની મૌર્યનું નિવેદન ચર્ચામાં : દસ્તાવેજો તૈયાર કરવાનો ખર્ચ હોવાનું જણાવ્યું : ગેરકાયદે નાણાં લેનારા સામે તપાસ ચાલુ

હાથરસ, તા. ૨૮ : ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારનાં મહિલા કલ્યાણ, બાળ વિકાસ અને પોષણ વિભાગનાં મંત્રી બેબીરાની મૌર્યના એક નિવેદનથી વિવાદ સર્જાયો છે.

 

રમનપુર વિસ્તારમાં યોજાયેલી જનચોપાલ બાદ પત્રકારો સાથેની વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન આવાસ યોજના હેઠળ લાભાર્થીઓના અરજીપત્રક અને જરૂરી દસ્તાવેજો તૈયાર કરવા માટે રૂ. ૨,૦૦૦થી ૨,૫૦૦ લેવાયા હોય તો તેને ભ્રષ્ટાચાર ન કહેવાય.

 

જોકે મંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે ભ્રષ્ટાચારના નામે કોઈએ ગેરકાયદે નાણાં લીધાં હશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

 

સ્થાનિક ધારાસભ્ય અંજુલા માહૌરના જણાવ્યા અનુસાર સંબંધિત પ્રકરણમાં પોલીસ ફરિયાદ નોંધાઈ ચૂકી છે અને તપાસ ચાલી રહી છે. જનચોપાલમાં આવાસવિહોણી મહિલાઓની સમસ્યાઓ પણ સાંભળવામાં આવી હતી. જરૂરિયાતમંદ મહિલાઓની અરજીઓ જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલવામાં આવશે તેમ મંત્રીએ જણાવ્યું હતું. 

(9:49 AM IST)