તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 27th September 2026
ઉત્તર પ્રદેશના અલીગઢમાં તાલિબાની સજા: ઝાડ સાથે બાંધી અડધું માથું-દાઢી મુંડાવી : મહિલાએ પેશાબ પીવડાવ્યો : કારણ જાણી ચોંકી જશો
અકરાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુરુવારે બની ઘટના, બહેનના સાસરિયાની પરિણીત મહિલા સાથે આડાસંબંધનો આક્ષેપ, 3 મહિલા સહિત 7 લોકો સામે FIR, આરોપીઓ ફરાર, વીડિયો વાયરલ

અલીગઢ તા.૨૭ : ઉત્તર પ્રદેશના અલીગઢમાંથી માનવતાને શરમજનક ઘટના સામે આવી છે. એક યુવકને ઝાડ સાથે બાંધી તેનું અડધું માથું અને અડધી દાઢી મુંડાવી દેવામાં આવી અને એક મહિલા પાસે બળજબરી પેશાબ પીવડાવવામાં આવ્યો હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે.
આ ઘટના અલીગઢથી 40 કિમી દૂર અકરાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં ગુરુવારે બની હતી, પરંતુ શુક્રવારે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા મામલો પ્રકાશમાં આવ્યો.
પોલીસના જણાવ્યા અનુસાર, ભોગ બનનાર અપરિણીત યુવક છે. તેના પર આરોપ છે કે તેના બહેનના સાસરિયાના પરિવારની એક પરિણીત મહિલા સાથે તેના આડાસંબંધ હતા. આ સંબંધની જાણ થતા જ બહેનના સાસરિયાના લોકો ભેગા થઈ ગયા અને યુવકને પકડી લીધો.
ટોળાએ તેને ઢોર માર મારી અડધું માથું મુંડાવી, ઝાડ સાથે બાંધી દીધો અને ત્યારબાદ અમાનવીય રીતે પેશાબ પીવડાવ્યો.
પોલીસે આ મામલે 3 મહિલા સહિત 7 લોકો અને કેટલાક અજાણ્યા શખ્સો સામે મારપીટ અને અમાનવીય વ્યવહારની કલમો હેઠળ FIR નોંધી છે. તમામ આરોપીઓ હાલ ફરાર છે અને પોલીસ તેમની શોધખોળ કરી રહી છે.
(2:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
