તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th September 2026
હોર્મુઝમાં જહાજો ઉપર હુમલા બંધ કરો પછી જ વાતચીત : ઈરાનને અમેરિકાની નવી કડક શરત
ઉપપ્રમુખ જે.ડી. વેન્સનો ખુલ્લો સંદેશ : આર્થિકથી સૈન્ય દબાણ સુધીના તમામ વિકલ્પો હજુ ટેબલ ઉપર

ન્યૂયોર્ક : અમેરિકાએ કહ્યું છે કે વ્યાપારી જહાજો ઉપર હુમલા બંધ ન થાય ત્યાં સુધી ઈરાન સાથે વાતચીત ફરી શરૂ નહીં થાય.
ઈરાન અને અમેરિકા વચ્ચે હોર્મુઝ જળમાર્ગને લઈને તણાવ યથાવત્ છે. અમેરિકાના ઉપપ્રમુખ જે.ડી. વેન્સે સ્પષ્ટ જણાવ્યું છે કે વ્યાપારી જહાજો ઉપર ગોળીબાર અને હુમલા બંધ ન થાય ત્યાં સુધી અમેરિકા ઈરાન સાથે વાટાઘાટો શરૂ કરવા તૈયાર નથી.
વેન્સે જણાવ્યું કે ઈરાન સામે આર્થિક, સૈન્ય, રાજદ્વારી અને ગુપ્ત દબાણ સહિતના તમામ વિકલ્પો ખુલ્લા છે. તેમણે હોર્મુઝ જળમાર્ગમાં વ્યાપારી વહાણ વ્યવહારને અડચણ પહોંચાડવાની કાર્યવાહી રોકવા તેહરાનને અપીલ કરી છે.
હોર્મુઝ જળમાર્ગ વિશ્વના કાચા તેલના વહન માટે અત્યંત મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગ છે. અહીં તણાવ વધે ત્યારે વૈશ્વિક તેલ પુરવઠો, વહાણ વીમો અને ઊર્જાના ભાવ ઉપર તરત અસર થવાની ભીતિ રહે છે.
અમેરિકાએ હાલ સંઘર્ષના અંત માટે કોઈ ચોક્કસ સમયમર્યાદા જાહેર કરી નથી. વેન્સે પણ પરિસ્થિતિનો આગળનો માર્ગ ઈરાનની કાર્યવાહી ઉપર નિર્ભર હોવાનું કહ્યું છે.
(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
