<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th November 2026

હવાઈ સુરક્ષા વધુ મજબૂત કરવા રશિયા સાથે વાટાઘાટો: 52 પેન્ટસિર-એસ1એમ પ્રણાલી મેળવવાની વિચારણા, 39નું ભારતમાં ઉત્પાદન

દુશ્મનના ડ્રોન, વિમાનો અને મિસાઇલોના જોખમ સામે રક્ષણ માટે પ્રસ્તાવ; 13 પ્રણાલી રશિયાથી સીધી અને 39નું પરવાના હેઠળ નિર્માણ કરવાની યોજના

નવી દિલ્હી : દુશ્મન દેશનાં ડ્રોન, વિમાનો અને મિસાઇલોના જોખમ સામે હવાઈ સંરક્ષણ શક્તિ વધુ મજબૂત બનાવવા માટે ભારત રશિયાની પેન્ટસિર-એસ1એમ સંરક્ષણ પ્રણાલી ખરીદવાની શક્યતા તપાસી રહ્યું છે, જેમાં 52 પ્રણાલી પૈકી 13 રશિયાથી સીધી મેળવવા અને બાકીની 39નું ભારતમાં પરવાના હેઠળ ઉત્પાદન કરવાની યોજના પર વિચારણા ચાલી રહી છે.

આ સંરક્ષણ પ્રણાલીમાં મિસાઇલ અને તોપ એમ બંને પ્રકારની ક્ષમતા ઉપલબ્ધ છે, જે ટૂંકા અંતરના હવાઈ જોખમો સામે અસરકારક મનાય છે.

હવાઈ સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ કરવાના હેતુથી રશિયા સાથેની વાટાઘાટો દરમિયાન આ પ્રસ્તાવ પર ચર્ચા-વિચારણા થઈ રહી છે.

પ્રસ્તાવિત માળખા મુજબ 13 પ્રણાલી સીધી આયાત કરવા અને 39 પ્રણાલીનું ભારતમાં સ્થાનિક સ્તરે પરવાના હેઠળ ઉત્પાદન કરવાની વિચારણા સામે આવી છે.

જોકે, આ સંરક્ષણ પ્રણાલીની ખરીદી અંગેના અંતિમ કરારની સત્તાવાર જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી.

(8:32 PM IST)