તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 11th May 2026
ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત દ્વારા દેશભરની તાલુકા અદાલતોથી લઈને સર્વોચ્ચ અદાલત સુધીના તમામ ન્યાયિક ડેટાના યોગ્ય સંકલન અને જાહેર જનતા માટે કોર્ટ સેવાઓ સુધારવાના હેતુથી વન કેસ વન ડેટા નામની એક અત્યંત મહત્વપૂર્ણ ડિજિટલ પહેલનો સત્તાવાર શુભારંભ કરવામાં આવ્યો

ભારતીય ન્યાયતંત્રને સંપૂર્ણપણે ડિજિટલ અને અત્યાધુનિક બનાવવાના હેતુથી સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંતે એક ઐતિહાસિક પ્રોજેક્ટની જાહેરાત કરી છે. સોમવારે કોર્ટરૂમમાં તેમણે વન કેસ વન ડેટા નામની એક નવી ડિજિટલ સિસ્ટમ લોન્ચ કરી છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય તાલુકા કક્ષાની કોર્ટથી લઈને સીધા સુપ્રીમ કોર્ટ સુધીની તમામ અદાલતોના કામકાજને એક જ ઓનલાઈન પ્લેટફોર્મ પર લાવવાનો છે. નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટરના સહયોગથી તૈયાર કરવામાં આવેલી આ સિસ્ટમ દ્વારા સામાન્ય નાગરિકો કોર્ટના કેસોની માહિતી સરળતાથી મેળવી શકશે અને ન્યાયિક પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા આવશે. આ પ્રોજેક્ટ ભારતીય કાનૂની વ્યવસ્થામાં ટેકનોલોજીના ઉપયોગ માટે એક માઈલસ્ટોન સાબિત થશે તેવો દાવો કરવામાં આવ્યો છે.
(5:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
