News of Tuesday, 5th May 2026
"ટાટા! હવે બંગાળમાં તમારી શક્કલ ક્યારેય નહીં દેખાય. : મમતાની હાર અને દેવોલીનાની વિવાદાસ્પદ પોસ્ટ
અભિનેત્રી દેવોલીના ભટ્ટાચાર્જીએ મમતા બેનર્જી પર કર્યા પ્રહાર: દેવોલીનાએ કહ્યું- "બંગાળનું સૌથી ખરાબ સપનું હવે પૂરું થયું":સોશિયલ મીડિયા પર દેવોલીનાની પોસ્ટ બની ચર્ચાનો વિષય

મુંબઈ :ટેલિવિઝન અભિનેત્રી દેવોલીના ભટ્ટાચાર્જી તેના બેબાક નિવેદનો માટે જાણીતી છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના પરિણામો બાદ તેણે સોશિયલ મીડિયા પર જે પ્રતિક્રિયા આપી છે, તેણે ઈન્ટરનેટ પર નવી ચર્ચા જગાવી છે. દેવોલીનાએ પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીનું નામ લીધા વગર તેમના પર આકરા પ્રહાર કર્યા છે.
દેવોલીનાએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, "જો મેં ક્યારેય કોઈ રાજનેતાને નફરત કરી હોય, તો તે આ જ છે. રાહુલ ગાંધી અને તેમની ટોળી કરતા પણ વધુ. હકીકતમાં, મને લાગે છે કે રાહુલ ગાંધી એક સારા માણસ છે અને તેમનું સેન્સ ઓફ હ્યુમર પણ સરસ છે." વધુમાં તેણે મમતા બેનર્જી તરફ ઈશારો કરતા લખ્યું, "ટાટા! હવે બંગાળમાં તમારી શક્કલ ક્યારેય નહીં દેખાય. પશ્ચિમ બંગાળે આટલા વર્ષો સુધી જે ખરાબ સપનું જોયું છે, તે હવે પૂરું થયું છે. હવે કોઈ 'રૂમ્બા-તુમ્બા-ઝુમ્બા' નહીં કરે, હવે તો બસ 'ઢિંચકા-ચિકા' ચાલશે!"
પશ્ચિમ બંગાળ ચૂંટણી 2026 ના પરિણામોએ રાજ્યના રાજકારણમાં નવા યુગની શરૂઆત કરી છે. ભારતીય જનતા પાર્ટીએ પહેલીવાર બંગાળની સત્તા કબજે કરી છે અને 206 બેઠકો સાથે પ્રચંડ બહુમતી હાંસલ કરી છે. બીજી તરફ, 15 વર્ષ સુધી શાસન કરનાર મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ 81 બેઠકો પર સમેટાઈ ગઈ છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે ખુદ મમતા બેનર્જી પોતાની ભવાનીપુર બેઠક પરથી ભાજપના નેતા શુભેન્દુ અધિકારી સામે હારી ગયા છે.
(11:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
