News of Friday, 17th July 2026
શાળામાં સાહેબોની પ્રેમલીલાઃ બાળકોની સામે મહિલા ટીચર અને પુરુષ ટીચર ગંદી હરકત કરવા લાગ્યા
ટીચરની પત્નીએ પોતાના પતિ પર નજર રાખવા માટે ક્લાસરૂમમાં છુપાઈને હિડન કેમેરા લગાવ્યા હતા

કન્નૌજ તા.૧૭: ઉત્તર પ્રદેશના કન્નૌજ જિલ્લામાંથી એક સરકારી સ્કૂલના ક્લાસરૂમમાં ટીચર્સ દ્વારા ગંદી હરકત કરવાનો ચોંકાવનારો મામલો હવે પારિવારિક વિવાદમાં ફેરવાઈ ગયો છે. ટીચરની પત્નીએ પોતાના પતિ પર નજર રાખવા માટે ક્લાસરૂમમાં છુપાઈને હિડન કેમેરા લગાવ્યા હતા. બંને ટીચર્સની વાંધાજનક હરકત આ કેમેરામાં કેદ થઈ ગઈ અને પત્નીએ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો છે. આ મામલાની ગંભીરતા જોતા શિક્ષણ વિભાગે શરૂઆતી તપાસ બાદ બંને શિક્ષકને તરત સસ્પેન્ડ કરી દીધા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, આ બધું કન્નૌજ જિલ્લાના સૌરિખ બ્લોકની એક પ્રાઈમરી સ્કૂલમાં થયું. સંબંધિત પુરુષ ટીચર અને તેની પત્ની વચ્ચે છેલ્લા ૪ વર્ષથી ફેમિલી કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. પત્નીને શંકા હતી કે પતિને સ્કૂલની એક મહિલા ટીચર સાથે અફેર ચાલી રહ્યું છે. તેને રંગેહાથ પકડવા અને પુરાવા એકઠા કરવા માટે પત્ની સ્કૂલમાં ગઈ અને છુપાઈને હિડન કેમેરા લગાવી દીધા.
વાયરલ વીડિયોથી જાણવા મળે છે કે આ ચોંકાવનારી ઘટના ત્યારે થઈ, જ્યારે ક્લાસરૂમમાં નાના બાળકો હતા. વીડિયોમાં મહિલા ટીચર એક ખુરશી પર બેઠી છે અને પુરુષ ટીચર આવી આમતેમ જુએ છે, તેની નજીક આવે છે અને તેની સાથે રોમાન્સ કરવા લાગે છે. આ વીડિયો શિયાળાનો હોવાનું કહેવાય છે. ટીચરની પત્નીએ આ વીડિયોને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા હવે વાયરલ થઈ ગયો છે.
જેવી આ ઘટના સામે આવી, બેસિક એજ્યુકેશન વિભાગના અધિકારી સંદીપ કુમારે તપાસ સૌરિખ ગ્રુપ એજ્યુકેશન ઓફિસર વિશ્વનાથ પાઠકને સોંપી દીધી. શરૂઆતી તપાસ રિપોર્ટમાં સ્પષ્ટ થાય છે કે ટીચરોનો આ વ્યવહાર ખૂબ જ વાંધાજનક હતો અને તેની વિદ્યાર્થીઓ પર ખરાબ અસર પડી. આ રિપોર્ટના આધાર પર બંને આસિસ્ટન્ટ ટીચરોને તરત સસ્પેન્ડ કરી દીધા. સસ્પેન્શન પિરિયડ દરમિયાન એક ટીચરને ગુગરાપુર બ્લોક રિસોર્સ સેન્ટર અને બીજા ટીચરને તાલગ્રામ બીઆરસીથી અટેચ કર્યા. આ વીડિયોની સચ્ચાઈ અને કાનૂની પાસાની તપાસ ચાલી રહી છે. બંને દોષિત ઠરશે તો નોકરીમાંથી કાઢવાની કાર્યવાહી પણ થઈ શકે છે.
(9:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
