<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th October 2026

ખાનગી શાળાઓનાં શિક્ષકોને પણ વસ્‍તી ગણતરીનું કામ સોંપી શકાશે

કેન્‍દ્ર સરકારે સેન્‍સસ રૂલ્‍સ, ૧૯૯૦માં ફેરફાર કર્યા : પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં નોન ગ્રાન્‍ટેડ શાળાઓનાં શિક્ષકોની નિમણૂકને પડકારવામાં આવી હતી

નવી દિલ્‍હી,તા.૧૭: કેન્‍દ્ર સરકારે શુક્રવારે સેન્‍સસ રૂલ્‍સ, ૧૯૯૦માં સંશોધન કર્યુ છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્‍યું છે. આ સંશોધન હેઠળ રાજ્‍ય અને કેન્‍દ્ર શાસિત પ્રદેશોને મંજૂરી આપવામાં આવી છે કે તે હાલમાં ચાલી રહેલી વસ્‍તી ગણતરીની પ્રક્રિયા દરમિયાન ગ્રાન્‍ટેડ અને નોન ગ્રાન્‍ટેડ ખાનગી શાળાઓનાં શિક્ષકોને ગણતરીદાર (એન્‍યુમેરેટર) તરીકે નિમણૂક કરી શકે છે.

રજિસ્‍ટ્રાર જનરલ ઓફ ઇન્‍ડિયા (આરજીઆઇ) મૃત્‍યુંજયકુમાર નારાયણ દ્વારા જારી ગેઝેટ નોટિફિકેશનમાં કેન્‍દ્ર  ૧૯૯૦નાં નિયમોમાં ફેરફાર કર્યા છે.

આ નિયમો હેઠળ રાજ્‍ય અને કેન્‍દ્ર શાસિત પ્રદેશની સરકારો શિક્ષકો, કલાર્કો, અથવા કોઇ પણ અધિકારી કે વ્‍યકિતને વસ્‍તી ગણતરી અધિકારી તરીકે નિમણૂક કરી શકે છે.

શુક્રવારનાં નોટિફિકેશનમાં સ્‍પષ્ટ  કરવામાં આવ્‍યું છે કે વસ્‍તી ગણતરીનાં કાર્યો માટે ગણતરી અધિકારી તરીકે નીચે પ્રમાણેની વ્‍યકિતઓની નિમણૂક કરી શકે છે.

સરકાર, સ્‍થાનિક ઓથોરિટી, ગ્રાન્‍ટેડ અથવા નોન ગ્રાન્‍ટેડ ખાનગી સંસ્‍થાઓ, સોસાયટીઓ અથવા ટ્રસ્‍ટોનાં શિક્ષકોની નિમણૂક કરી શકે છે.

કેન્‍દ્રસરકાર, રાજ્‍ય સરકાર, સ્‍થાનિક ઓથોરિટી, સંસ્‍થાઓ (જેમાં જાહેર ક્ષેત્રનાં એકમો, વૈધાનિક સંસ્‍થાઓ, બેંકો, કંપનીઓ, સંસ્‍થાઓ, સોસાયટીઓ અને ટ્રસ્‍ટ સહિત)નાં કલાર્ક કે અધિકારીની નિમણૂક કરી શકે છે.

કોઈ પણ એવી વ્‍યકિત જેને રાજ્‍ય સરકાર કે કેન્‍દ્ર શાસિત પ્રદેશનું વહીવટી તંત્ર યોગ્‍ય સમજ તેની નિમણૂક કરી શકે છે.

આફેરફાર હરિયાણા પ્રોગ્રેસિવ સ્‍કૂલ્‍સ કોન્‍ફરન્‍સ દ્વારા પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં દાખલ એક અરજીનાં સંદર્ભમાં કરવામાં આવ્‍યો છે.

આ અરજીમાં વસ્‍તી ગણતરીનાં કાર્ય માટે ખાનગી નોન ગ્રાન્‍ટેડ શાળાનાં શૈક્ષણિક સ્‍ટાફને બોલાવવા અને તેમની નિમણૂકને પડકારવામાં આવી હતી.

(10:02 AM IST)