હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમેરિકાનું ડોલર ડ્રીમ છોડીને ભારત પરત ફરી રહ્યા છે ટેક પ્રોફેશનલ્સ
જાન્યુઆરીથી સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન અમેરિકાથી આશરે ૧૨,૭૦૦ વ્હાઈટ-કોલર ટેક પ્રોફેશનલ્સ ભારત પરત ફર્યા : જાન્યુઆરીથી સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન ભારતમાંથી આશરે ૧૪,૫૦૦ લોકો અમેરિકા ગયા હતા

નવી દિલ્હી તા.૧૬: અમેરિકામાં ઊંચા પગાર અને સારી કારકિર્દીનું સપનું લઈને ગયેલા ભારતીય ટેક પ્રોફેશનલ્સ હવે પાછા ભારત તરફ વળી રહ્યા છે. એચ-૧બી વિઝાને લઈને વધતી અનિヘતિતા, અમેરિકાની બદલાતી ઈમિગ્રેશન નીતિઓ અને ટેક કંપનીઓમાં છટણી વચ્ચે આ વાપસીનો આંકડો દિન પ્રતિદિન વધી રહ્યો છે. જાન્યુઆરીથી સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન અમેરિકાથી આશરે ૧૨,૭૦૦ વ્હાઈટ-કોલર ટેક પ્રોફેશનલ્સ ભારત પરત ફર્યા છે. આ આંકડો ૨૦૨૫માં નોંધાયેલા ૧૫,૧૦૦ના વાર્ષિક રેકોર્ડની નજીક પહોંચી ગયો છે.
સ્ટાફિગ કંપની એક્સફેનોના ડેટા મુજબ, ૨૦૨૩માં અમેરિકાથી ભારત પરત ફરનારા ટેક પ્રોફેશનલ્સની સંખ્યા ૭,૨૦૦ હતી, જે ૨૦૨૪માં વધીને ૯,૮૦૦ થઈ હતી. ૨૦૨૫માં આ આંકડો ૧૫,૧૦૦ સુધી પહોંચ્યો હતો. આ જ ગતિ ચાલુ રહે તો ૨૦૨૬ના અંત સુધીમાં પાછા ફરનારા પ્રોફેશનલ્સની સંખ્યા ગયા વર્ષનો રેકોર્ડ વટાવી શકે છે. જોકે, આ આંકડા માત્ર એચ-૧બી વિઝા ધારકોના નથી, પરંતુ ભારત અને અમેરિકા વચ્ચે આવનજાવન કરતા વ્હાઈટ-કોલર ટેક કર્મચારીઓનો પણ આમાં સમાવેશ થાય છે.
ભારત પરત ફરવાનો નિર્ણય લેતા પહેલાં ઘણા પ્રોફેશનલ્સ માને છે કે વિદેશનો અનુભવ તેમને અહીં સારી નોકરી અપાવશે. પરંતુ ભારતીય ટેક ક્ષેત્રમાં ભરતી સ્થિરતા લાવતી નથી અને કંપનીઓ હવે પસંદગીના કૌશલ્ય ધરાવતા ઉમેદવારોને જ પ્રાથમિકતા આપી રહી છે. એક્સફેનોના સહ-સ્થાપક કમલ કરંથના જણાવ્યા અનુસાર, ભારતીય ટેક ક્ષેત્રમાં ૨૦૨૧ પછી ભરતીમાં સતત સ્થિરતા જોવા મળી નથી. બીજી તરફ, કંપનીઓ હવે ઉમેદવારનો વિદેશી અનુભવ જ નહીં, પરંતુ તેની વિશેષ કુશળતા અને કામના અનુભવને પણ મહત્ત્વ આપે છે.
પરત ફરનારા ટેક પ્રોફેશનલ્સ માટે સૌથી મોટો પડકાર પગારનો છે. અહેવાલમાં નિષ્ણાતોના હવાલાથી જણાવાયું છે કે હોદ્દા, કંપની, સ્થળ અને પ્રોજેક્ટના અનુભવ પ્રમાણે ઘણા લોકોને અમેરિકામાં મળતા પગારના માત્ર ૨૫થી ૩૩ ટકા જેટલા પગારમાં કામ સ્વીકારવું પડી શકે છે.
એક્સફેનોના ડેટા મુજબ, અમેરિકામાં એચ-૧બી વિઝા પર કામ કરતા ફુલ-સ્ટેક એન્જિનિયરનો સરેરાશ વાર્ષિક પગાર ૧,૦૫,૦૦૦ ડોલર છે, જ્યારે ભારતમાં સમાન કૌશલ્ય ધરાવતા ટોચના એક ટકા પ્રોફેશનલ્સ વાર્ષિક ૨૦,૦૦૦થી ૩૨,૦૦૦ ડોલર જેટલી આવક મેળવી શકે છે.
ટીમલીઝ ડિજિટલનાં મુખ્ય કાર્યકારી અધિકારી નીતિ શર્માના જણાવ્યા મુજબ, ભારતમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ), મશીન લર્નિગ, ડેટા, પ્રોડક્ટ લીડરશિપ, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને સાયબર સુરક્ષા જેવા ક્ષેત્રોમાં કુશળતા ધરાવતા પ્રોફેશનલ્સની માગ છે. એઆઈનો ઉપયોગ કરીને કંપનીઓમાં નવી ટેકનોલોજી લાગુ કરી શકે તેવા નિષ્ણાતો માટે પણ તકો છે. જોકે, અમેરિકાથી પરત ફરેલા ઉમેદવારોએ ભારતમાં ઉપલબ્ધ પગાર અને નોકરીની વાસ્તવિકતાઓને ધ્યાનમાં રાખીને પોતાની અપેક્ષાઓ સાથે સમાધાન કરવું પડી શકે છે.
એક્સફેનોના આંકડા પ્રમાણે જાન્યુઆરીથી સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન ભારતમાંથી આશરે ૧૪,૫૦૦ લોકો અમેરિકા ગયા હતા. એટલે કે, હાલના આંકડા મુજબ અમેરિકા જનારાઓની સંખ્યા ભારત પરત ફરનારાઓ કરતાં હજુ વધારે છે. જોકે, વાપસીની વધતી સંખ્યા બંને વચ્ચેનું અંતર ઘટાડી રહી છે.
અમેરિકાની વિઝા નીતિઓમાં અનિヘતિતા અને ટેક કંપનીઓમાં છટણી આ બદલાવ પાછળનાં સંભવિત કારણો તરીકે જોવામાં આવે છે. ભારત પરત ફરનારા પ્રોફેશનલ્સ માટે ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (જીસીસી) પણ નોકરીની એક સંભવિત તક છે, પરંતુ અહીં પણ તેમને અનુભવી સ્થાનિક ઉમેદવારો સાથે સ્પર્ધા કરવી પડશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
