તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th September 2026
નવી દિલ્હીથી કાઠમંડુ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં રસ્તામાં જ સર્જાઈ તકનીકી ખામી: નેપાળની સરહદ નજીકથી વિમાનને દિલ્હી પરત મોકલાયું!
લખનૌના આકાશમાંથી જ વિમાનનું ઈમરજન્સી યુ-ટર્ન: ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટના અધિકારીઓએ કરી ઘટનાની પુષ્ટિ

નવી દિલ્હી : નવી દિલ્હીથી નેપાળની રાજધાની કાઠમંડુ જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં અચાનક "તકનીકી ખામી" (ટેકનિકલ સ્નેગ) સર્જાતાં એરપોર્ટ પ્રશાસન અને મુસાફરોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. વિમાન જ્યારે નેપાળની હવાઈ સીમામાં પ્રવેશવાની તૈયારીમાં જ હતું, ત્યારે ગંભીર ખામી હોવાની જાણ થતાં પાયલોટે સમયસૂચકતા વાપરીને ફ્લાઈટને અધવચ્ચેથી જ દિલ્હી તરફ પાછી વાળવાનો (ડાયવર્ટ કરવાનો) નિર્ણય લીધો હતો.
કાઠમંડુ સ્થિત ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટના એક ઉચ્ચ અધિકારીએ એજન્સીને માહિતી આપતાં જણાવ્યું હતું કે, એર ઈન્ડિયાનું વિમાન નેપાળના આકાશમાં પ્રવેશવાની અણી પર હતું, પરંતુ લખનૌના આકાશમાંથી જ તેમાં તકનીકી ખામી હોવાનું માલૂમ પડતાં તેને તાત્કાલિક દિલ્હી પરત વાળવામાં આવ્યું હતું. આ અંગે એરલાઈન્સ અને પ્રશાસન દ્વારા વિસ્તૃત માહિતી એકત્ર કરવાની પ્રક્રિયા ચાલુ છે.
બપોરે ૨:૪૨ વાગ્યે દિલ્હીથી ઉપડી હતી ફ્લાઈટ AI219
મળતી વિગતો મુજબ, દિલ્હીથી કાઠમંડુ જતી એર ઈન્ડિયાની આ ફ્લાઈટ (કોલ સાઈન AI219) A320-214 મોડેલનું પેસેન્જર વિમાન છે. આ એરક્રાફ્ટ ભારતીય સમય મુજબ બપોરે ૨:૪૨ વાગ્યે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉપડ્યું હતું અને નેપાળના સમય મુજબ સાંજે ૪:૩૦ વાગ્યે કાઠમંડુ પહોંચવાનું હતું. જોકે, અધવચ્ચે જ સર્જાયેલી આ ટેકનિકલ ઈમરજન્સીના કારણે મુસાફરોને સુરક્ષિત રીતે દિલ્હી પરત લાવવામાં આવ્યા છે, જ્યાં વિમાનનું સઘન ટેકનિકલ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
(7:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
