<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

નાગરિકોની અંગત ગોપનીયતા સામે ટેકનોલોજીનો પડકારઃ મેટાના સ્માર્ટ ચશ્માંના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવાની માંગ સાથે નેધરલેન્ડ્સની અદાલતમાં પહોંચ્યાં સંગઠનો

કેમેરા અને ડિજિટલ ટેકનોલોજી ધરાવતાં સ્માર્ટ ચશ્માંના ઉપયોગથી આસપાસની વ્યક્તિઓની જાણ બહાર તેમની તસવીરો કે વીડિયો રેકોર્ડ થવાની શક્યતા અંગે ગોપનીયતાના પ્રશ્નો સર્જાયા

એમ્સ્ટરડેમ:વિશ્વની અગ્રણી ટેકનોલોજી કંપની મેટાના સ્માર્ટ ચશ્માં સામે નેધરલેન્ડ્સમાં કાયદાકીય પડકાર ઊભો થયો છે. નાગરિકોની અંગત ગોપનીયતાને લઈને ચિંતા વ્યક્ત કરતાં સંગઠનોએ આ ચશ્માંના વેચાણ ઉપર રોક લગાવવાની અદાલત સમક્ષ માંગ કરી છે.

કેમેરા અને ડિજિટલ ટેકનોલોજી ધરાવતાં સ્માર્ટ ચશ્માંના ઉપયોગથી આસપાસની વ્યક્તિઓની જાણ બહાર તેમની તસવીરો કે વીડિયો રેકોર્ડ થવાની શક્યતા અંગે ગોપનીયતાના પ્રશ્નો ઊભા થયા છે.

આ કાયદાકીય કાર્યવાહીથી પહેરી શકાય તેવાં આધુનિક ડિજિટલ ઉપકરણો અને નાગરિકોની ગોપનીયતાના અધિકાર વચ્ચે સંતુલન જાળવવાનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. અદાલતે વેચાણ ઉપર પ્રતિબંધ મૂક્યો હોવાની હજુ પુષ્ટિ નથી.

 

(11:25 PM IST)