તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Monday, 11th May 2026
ટીનેજરે મિત્રના ઘરે બાળકીને જન્મ આપ્યો અને બોયફ્રેન્ડે તેની નાળ કાપી
બાળકીને જન્મ આપ્યા પછી ફુટપાથ પર તરછોડી દેનારી ૧૭ વર્ષની મમ્મીની ધરપકડ

મુંબઈ,તા.૧૧: માહિમની વિક્ટોરિયા સ્કૂલ પાસે ફુટપાથ પર જીવિત હાલતમાં મળી આવેલી નવજાત બાળકીની ૧૭ વર્ષની મમ્મીની પોલીસે ચેમ્બુરમાંથી ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ટીનેજર સામાજિક ભય, પરિવારના વિવાદ અને લોકો શું કહેશે એવા વિચારોના દબાણ હેઠળ બાળકીને ફુટપાથ પર છોડીને ફરાર થઈ ગઈ હતી.
માહિમ પોલીસ-સ્ટેશનનાં ઇન્સ્પેક્ટર સુજાતા વાઘમારેએ ‘કહ્યું હતું કે ‘માહિમની વિક્ટોરિયા સ્કૂલ પાસેની ફુટપાથ પરથી જીવિત હાલતમાં મળી આવેલી નવજાત બાળકીની ૧૭ વર્ષની મમ્મીની ચેમ્બુર વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમ્યાન સામે આવ્યું હતું કે ટીનેજર પોતાના બોયફ્રેન્ડ સાથેના સંબંધમાં ગર્ભવતી બની હતી. ગયા અઠવાડિયે શનિવારે તેણે ચેમ્બુરમાં પોતાના મિત્રના ઘરે બાળકીને જન્મ આપ્યો હતો. બાળકીના જન્મ બાદ તેની નાળ પણ તેના બોયફ્રેન્ડે કાપી હોવાની માહિતી મળી છે. બાળકીને ક્યાં રાખવી, લોકો શું કહેશે, પરિવાર સાથેના સંભવિત વિવાદ અને સામાજિક ભય જેવા અનેક વિચારોને કારણે ટીનેજરે નવજાત બાળકીને માહિમ વિસ્તારમાં ફુટપાથ પર છોડી દીધી હોવાની કબૂલાત કરી છે. આ સમગ્ર મામલે યુવતીના બોયફ્રેન્ડની ભૂમિકાની પણ તપાસ શરૂ કરવામાં આવી છે.'
(9:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
