તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd April 2026
ભારતીય નાગરિકોને તાત્કાલિક ઈરાન છોડી દેવા તહેરાન સ્થિત દૂતાવાસની એડવાઈઝરી
એડવાઈઝરીમાં જણાવ્યું છે કે, 'ભારતીય નાગરિકો હવાઈ અથવા જમીની માર્ગે ઈરાનની યાત્રા ન કરે. ઈરાનની યાત્રા કરવી સુરક્ષાની દૃષ્ટિએ જોખમી હોઈ શકે

નવી દિલ્હી :મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ બાદ તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસે નવી અને કડક ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. દૂતાવાસે ભારતીય નાગરિકોને ઈરાનની યાત્રા ન કરવાની ચેતવણી આપી છે અને ત્યાં હાજર ભારતીયોને સુરક્ષિત બહાર નીકળવાનો નિર્દેશ આપ્યો છે.
તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસે એડવાઈઝરીમાં જણાવ્યું છે કે, 'ભારતીય નાગરિકો હવાઈ અથવા જમીની માર્ગે ઈરાનની યાત્રા ન કરે. ઈરાનની યાત્રા કરવી સુરક્ષાની દૃષ્ટિએ જોખમી હોઈ શકે છે.' પ્રાદેશિક તણાવને કારણે હવાઈ ક્ષેત્ર પર નિયંત્રણો લાગેલા છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સના સંચાલનને લઈને અનેક પડકારો ઉભા થયા છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, 'જે ભારતીય નાગરિકો હાલમાં ઈરાનમાં છે, તેઓ તાત્કાલિક દેશ છોડી દે. નાગરિકો દૂતાવાસના સંપર્કમાં રહે.'
સ્થિતિની ગંભીરતાને જોતા ભારતીય દૂતાવાસે તમામ નાગરિકોને અત્યંત સાવધાની રાખવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે. આ માટે દૂતાવાસે સંપર્ક નંબર પણ જારી કર્યા છે:
મોબાઈલ નંબર: +989128109115; +989128109109, +989128109102; +989932179359
ઈમેલ: [email protected]
(11:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
