તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th November 2026
માઉન્ટ આબુ ફરવા ગયેલા રાજકોટના પ્રવાસીઓનો ટેમ્પો ટ્રાવેલર અકસ્માતનો શિકાર, છ સહેલાણીઓ ગંભીર રીતે ઘાયલ
દિવાળીની રજાઓ માણીને પરત ફરી રહેલા પ્રવાસીઓનું વાહન આબુ રોડ પાસે ડિવાઈડર સાથે અથડાઈને ખાડામાં પલટી ખાતા મચી ગયો હાહાકાર

આબુ રોડ : રાજસ્થાનના પ્રખ્યાત હિલ સ્ટેશન માઉન્ટ આબુથી દિવાળીનું વેકેશન પૂરું કરીને રાજકોટ પરત ફરી રહેલા પ્રવાસીઓનું ટેમ્પો ટ્રાવેલર ગુરુવારે અચાનક બેકાબુ બનીને ગંભીર અકસ્માતનો શિકાર બન્યું હતું, જેમાં છ જેટલા સહેલાણીઓ ઘાયલ થયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટથી ગયેલા પ્રવાસીઓનું ગ્રુપ માઉન્ટ આબુના પ્રવાસ બાદ વાહનમાં બેસીને પરત ફરી રહ્યું હતું તે દરમિયાન આબુ રોડ નજીક શનિ મંદિર પાસે આ દુર્ઘટના સર્જાઈ હતી.
ડ્રાઈવરે અચાનક સ્ટેન્ડિંગ પરથી કાબુ ગુમાવી દેતા પૂરપાટ ઝડપે જતું ટેમ્પો ટ્રાવેલર ધડાકાભેર ડિવાઈડર સાથે ભટકાયું હતું અને ત્યારબાદ રોડની બાજુના ખાડામાં પલટી ખાઈ ગયું હતું.
વાહન પલટી જતાં અંદર ફેલાયેલી ચીસાચીસ અને બૂમાબૂમ સાંભળીને આસપાસના સ્થાનિક લોકો અને ટેક્સી યુનિયનના સભ્યો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને ફસાયેલા પ્રવાસીઓને બહાર કાઢ્યા હતા.
સ્થાનિક પોલીસ અને રાહતકર્મીઓની મદદથી તમામ છ ઈજાગ્રસ્ત પ્રવાસીઓને ત્વરિત સારવાર અર્થે આબુ રોડ ખાતે આવેલા સરકારી ટ્રોમા સેન્ટરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ અંગે આબુરોડ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ અધિકારી ગોકુલરામે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસ હાથ ધરીને ઈજાગ્રસ્તોની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને કાયદેસરની આગળની કાર્યવાહી ચાલુ છે.
(9:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
