તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 30th May 2026
દસ હજાર ફૂટની ઊંચાઈ પર આઠ દિવસથી ચાલી રહેલા ઓપરેશનમાં દસ હજારથી વધુ જવાનો આતંકીઓના સફાયા માટે જોડાયા*
રાજૌરીના ગાઢ જંગલોમાં આતંકીઓ સ્થાન બદલી છૂપાતા રહ્યા, સુરક્ષા દળોએ તમામ રસ્તા સીલ કર્યા: ઘટનાસ્થળ પર લોહીના નિશાન મળ્યા હોવાથી એક-બે આતંકીઓ ઘાયલ થયા હોવાની શક્યતા

જમ્મૂ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના મંજાકોટ વિસ્તારના દોરીમાળ-ગંભીર મુઘળ જંગલોમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે ચાલી રહેલો 'ઓપરેશન શેરુવાળી' આઠમા દિવસે પણ ચાલુ છે. દસ હજાર ફૂટની ઊંચાઈ પર ચાલી રહેલા આ ઓપરેશનમાં સેના, જમ્મૂ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફના દસ હજારથી વધુ જવાનો તૈનાત છે.
ગાઢ જંગલ અને દુર્ગમ પહાડી ભૂભાગનો ફાયદો ઉઠાવી આતંકીઓ સ્થાન બદલ્યા કરે છે. ડ્રોન અને અન્ય નિગ્રાની સાધનો વડે ઘેરાબંધી કરવામાં આવી છે. ઘટનાસ્થળ પર લોહીના નિશાન મળ્યા હોવાથી એક-બે આતંકીઓ ઘાયલ થયા હોવાની શક્યતા છે, જોકે સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
સૂત્રો અનુસાર આ આતંકીઓ વિદેશી અને પાકિસ્તાન સમર્થિત સંગઠન સાથે જોડાયેલા હોઈ શકે છે. ઓપરેશન ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી તમામ આતંકીઓ પકડાઈ ન જાય અથવા ઠાર ન થાય.
(5:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
