તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 15th May 2026
પાકિસ્તાનઃ બાજાૈર વિસ્તારમાં ૧૫ સૈનિકોના કરૂણ મોત
ખૈબર પખ્તુનખ્વાના બાજાૈર આર્મી કેમ્પ પર આત્મઘાતી હુમલો : TTP ના આતંકીઓ આર્મી કેમ્પમાં ઘૂસી ગયાઃ વિસ્ફોટ બાદ અંધાધૂંધ ગોળીબારથી મચી ચીખિયારી

કરાંચી,તા.૧૫: પાકિસ્તાનના સંવેદનશીલ પ્રાંત ગણાતા ખૈબર પખ્તુનખ્વા માં ફરી એકવાર આતંકીઓએ હુમલો કર્યો છે. અફઘાનિસ્તાન સરહદ નજીક આવેલા બાજાૈર વિસ્તારમાં પાકિસ્તાની સેનાના એક મહત્વપૂર્ણ આર્મી કેમ્પ પર ભીષણ આત્મઘાતી હુમલો થયો છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૧૫ પાકિસ્તાની સૈનિકના મોત થયાના અહેવાલ સામે આવી રહ્યાં છે.
મળતા અહેવાલો અનુસાર, આ હુમલો અત્યંત વ્યવસ્થિત રીતે કરવામાં આવ્યો હતો. પહેલા આર્મી કેમ્પના મુખ્ય ગેટ પાસે એક મોટો વિસ્ફોટ થયો હતો, જેના કારણે સુરક્ષા વ્યવસ્થા વેરવિખેર થઈ ગઈ હતી. ત્યારબાદ, આધુનિક અને ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓ કેમ્પની અંદર ઘૂસી ગયા હતા અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો. આ હુમલો એટલો ભીષણ હતો કે સૈનિકોને વળતો પ્રહાર કરવાની તક મળે તે પહેલા મોટી જાનહાનિ થઈ હતી.
મહત્વનું છે કે આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનએ સ્વીકારી છે. સંગઠને સત્તાવાર નિવેદન જારી કરીને જણાવ્યું છે કે, આ ઓપરેશન તેમની સ્પેશિયલ ઇસ્તિહાદી ફોર્સ દ્વારા પાર પાડવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબર ૨૦૨૫ પછી આ પ્રથમ ઘટના છે જ્યારે TTP એ સત્તાવાર રીતે આત્મઘાતી હુમલાની જવાબદારી સ્વીકારી હોય. આ ઘટના બાદ સમગ્ર પાકિસ્તાન અને સરહદી વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
