તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 9th May 2026
તમિલનાડુમાં 'થલપતિ' વિજયની રાજકીય સિક્સર: VCK અને IUML ના ટેકાથી TVK એ મેળવી બહુમતી, હવે દક્ષિણના સુપરસ્ટાર બનશે મુખ્યમંત્રી!
૧૧૯ ધારાસભ્યોના મજબૂત સમર્થન સાથે બહુમતીનો આંકડો પાર; કોંગ્રેસ અને ડાબેરી પક્ષોના સાથથી વિજયની સરકાર બનવાનો રસ્તો સાફ, ચેન્નાઈમાં વિજય ઉત્સવ

ચેન્નાઈ : તમિલનાડુના રાજકારણમાં આજે એક નવો ઈતિહાસ રચાયો છે. ફિલ્મી પડદે ધૂમ મચાવનાર સુપરસ્ટાર થલપતિ વિજયની પાર્ટી 'તમિલગા વેટ્રી કઝગમ' (TVK) એ સત્તાના સિંહાસન સુધી પહોંચવામાં સફળતા મેળવી છે. વિદુથલાઈ ચિરુથૈગલ કાચી (VCK) અને ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML) એ વિજયની પાર્ટીને સરકાર બનાવવા માટે બિનશરતી ટેકો જાહેર કરતા રાજ્યના રાજકીય સમીકરણો સંપૂર્ણપણે બદલાઈ ગયા છે.
૧૧૯ ધારાસભ્યો સાથે બહુમતીનો ગઢ સર કર્યો તમિલનાડુ વિધાનસભામાં સરકાર બનાવવા માટે જરૂરી ૧૧૮ બેઠકોના જાદુઈ આંકડાને TVK ગઠબંધને પાર કરી લીધો છે. હવે આ ગઠબંધન પાસે કુલ ૧૧૯ ધારાસભ્યોનું સંખ્યાબળ છે, જેના કારણે સરકાર રચવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. રાજ્યમાં એક નવા અને યુવા નેતૃત્વની સરકાર આવતા રાજકીય ગલિયારાઓમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.
આ પક્ષોના સમર્થનથી બની મજબૂત સ્થિતિ TVK ને સત્તા સુધી પહોંચાડવામાં અનેક વિપક્ષી દળોએ મહત્વની ભૂમિકા ભજવી છે. વિજયની પાર્ટીને હવે કોંગ્રેસ, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (CPI), ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી - માર્ક્સવાદી (CPI-M), VCK અને IUML નું સંપૂર્ણ સમર્થન પ્રાપ્ત થઈ ચૂક્યું છે. આ તમામ પક્ષોના એકઠા થવાથી તમિલનાડુમાં એક મજબૂત ગઠબંધન સરકારની સ્થાપના થવા જઈ રહી છે.
ચેન્નાઈમાં વિજય ઉત્સવ: સમર્થકોમાં ભારે જોશ જેવા જ ટેકાના સમાચાર વાયુવેગે પ્રસર્યા કે તરત જ આખું ચેન્નાઈ શહેર જશ્નમાં ડૂબી ગયું હતું. VCK અને TVK ના કાર્યકરો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને ફટાકડા ફોડીને 'મુખ્યમંત્રી વિજય' ના નારા લગાવ્યા હતા. શહેરના દરેક ખૂણે વિજયના પોસ્ટરો અને ઝંડાઓ સાથે સમર્થકોએ આ ઐતિહાસિક સફળતાને વધાવી લીધી છે.
શપથ ગ્રહણની તૈયારીઓ તેજ બહુમતીનું ગણિત સ્પષ્ટ થયા બાદ હવે નવી સરકારના શપથ ગ્રહણની તૈયારીઓ યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. આગામી થોડા જ દિવસોમાં નવી કેબિનેટ અને મુખ્યમંત્રી તરીકે વિજયના શપથ ગ્રહણ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે.
(6:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
