તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 9th May 2026
થલાપતિનો ‘ક્લાઈમેક્સ' બાકીઃ મધરાતનો ખેલ અને તમિલનાડુની સત્તાનું સસ્પેન્સ!
સત્તાની સીડી પર વિજયનો સંઘર્ષઃ ૧૧૮નો આંકડો અને અધૂરી આશા

નવી દિલ્હી, તા.૯: તમિલનાડુનું રાજકારણ અત્યારે કોઈ સુપરહિટ થ્રિલર ફિલ્મ જેવું બની ગયું છે. થલાપતિ વિજય, જે પડદા પર અશકયને શકય બનાવે છે, તે અત્યારે વાસ્તવિક રાજકારણના મેદાનમાં બહુમતીના આંકડાઓ સાથે જંગ ખેલી રહ્યા છે. ૨૩૪ સભ્યોની વિધાનસભામાં ૧૧૮નો જાદુઈ આંકડો સ્પર્શવાની તૈયારીમાં જ હતા ત્યાં IUML અને VCK જેવા પક્ષોના વલણે બાજી પલટી નાખી. શુક્રવારની એ મધરાત વિજય અને તેમના સમર્થકો માટે ભારે પડી, જ્યારે શપથ ગ્રહણની આશાઓ પર અનિヘતિતાના વાદળો છવાયા. રાજભવનમાં રાજ્યપાલ સાથેની મુલાકાત છતાં, સત્તાવાર આમંત્રણ ન મળતા ચાહકો અને કાર્યકરોમાં વેઈટ એન્ડ વોચની સ્થિતિ સર્જાઈ છે.
તમિલનાડુના રાજકીય ઈતિહાસમાં દાયકાઓથી DMK અને AIADMKનું વર્ચસ્વ રહ્યું છે. આ ગઢમાં ગાબડું પાડવા નીકળેલા વિજયની TVK પાર્ટી અત્યારે સાપ-સીડીની રમત રમી રહી હોય તેવું લાગે છે. કયારેક લાગે છે કે વિજય સીએમની ખુરશી સુધી પહોંચી ગયા છે, તો કયારેક ગઠબંધનની શરતો તેમને ફરી નીચે ખેંચી લાવે છે. ખાસ કરીને VCK દ્વારા મુકવામાં આવેલી કડક શરતો અને અન્ય નાના પક્ષોના બદલાતા સમીકરણોએ સાબિત કરી દીધું છે કે ચેન્નાઈની ગાદી પર બેસવું એ કોઈ ફિલ્મી સ્ટંટ જેટલું સરળ નથી. આ ખેંચતાણ વચ્ચે મુખ્ય પક્ષોની મૌન સહમતિ કે છૂપો વિરોધ આખા રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે.
હવે પ્રશ્ન એ છે કે શું વિજય બહુમતી સાબિત કરવા માટે કોઈ નવો માસ્ટરસ્ટ્રોક મારશે? રાજ્યમાં અત્યારે પળેપળે વળાંક આવી રહ્યા છે. શપથ ગ્રહણ સમારોહ મુલતવી રહેવો એ વિજય માટે મોટો આંચકો તો છે જ, પરંતુ તે તેમની રાજકીય પરિપક્વતાની કસોટી પણ છે. જો તેઓ વિરોધ પક્ષોને મનાવી લેવામાં સફળ રહે છે, તો તમિલનાડુમાં એક નવા યુગની શરૂઆત થશે. અન્યથા, આ સત્તા સંગ્રામ રાજ્યને ફરી એકવાર લાંબા રાજકીય અસ્થિરતાના ગાળમાં ધકેલી શકે છે.
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
