તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 17th November 2026
થાણેના પોલીસ કમિશનર આશુતોષ ડુંબરાનું વૉટ્સએપ એકાઉન્ટ હેક: સાયબર સુરક્ષા સામે ઉભા થયા ગંભીર સવાલો
શહેરની કાયદો અને વ્યવસ્થા સંભાળતા ટોચના પોલીસ અધિકારી જ સાયબર અપરાધીઓની ચપેટમાં આવતા પોલીસ વિભાગમાં ભારે હલચલ મચી ગઈ છે.

થાણે : થણે શહેરના પોલીસ કમિશનર આશુતોષ ડુંબરાનો મોબાઇલ ફોન અને તેમનું વૉટ્સએપ એકાઉન્ટ સાયબર હેકર્સો દ્વારા હેક કરવામાં આવ્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવતા સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.
આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે સુરક્ષાની જવાબદારી સંભાળતા વડાનું જ સોશિયલ મીડિયા એકાઉન્ટ સુરક્ષિત ન હોવાનું જણાયું, જેના કારણે ડિજિટલ સલામતી અને સાયબર ક્રાઇમની સ્થિતિ પર ગંભીર સવાલો ઊભા થયા છે.
પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, કમિશનરનું વૉટ્સએપ એકાઉન્ટ અચાનક અસામાન્ય પ્રવૃત્તિઓ અથવા અનધિકૃત પ્રવેશના કારણે હેક થઈ ગયું હતું, જેને પગલે ટેકનિકલ ટીમ તાત્કાલિક હરકતમાં આવી હતી.
આ પ્રકારની ઘટનાઓ સામાન્ય નાગરિકો માટે ચિંતાજનક તો હોય જ છે, પરંતુ હવે દેશના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સાયબર હેકર્સોના નિશાના પર આવી રહ્યા છે તે સુરક્ષા એજન્સીઓ માટે લાલબત્તી સમાન છે.
આ મામલે સાયબર સેલની વિશેષ ટીમો દ્વારા ટેકનિકલ તપાસ શરૂ કરવામાં આવી છે અને આ હેકિંગ પાછળ કોનો હાથ છે તથા તેનો દુરુપયોગ થયો છે કે નહીં તેની સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આગામી સમયમાં આ પ્રકરણની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગ દ્વારા સાયબર સુરક્ષાના નિયમો વધુ કડક બનાવવામાં આવશે અને જવાબદારો સામે કાયદેસરના કડક પગલાં લેવામાં આવશે.
(8:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
