News of Friday, 27th November 2026
અમેરિકાના પૂર્વ કિનારે 'થેંક્સગિવિંગ' વાવાઝોડાનો કહેર : ન્યૂયોર્ક સિટી અને ન્યૂ જર્સીમાં કટોકટી જાહેર : 9 રાજ્યોમાં 9.25 લાખથી વધુ ગ્રાહકો વીજળી વિના અંધારપટમાં : જુઓ વિડીયો
ભારે વરસાદ, પૂર અને 74 માઈલ પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવનથી જનજીવન અસ્તવ્યસ્ત : મેરીલેન્ડમાં ઈમારતની છત ઉડી : રસ્તા પર પાણી ભરાતા વાહનોમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ : ન્યૂયોર્કની પ્રખ્યાત મેસીઝ થેંક્સગિવિંગ પરેડ શનિવાર સુધી મોકૂફ

Mamdani urges New Yorkers to stay inside as Thanksgiving storm brings flooding, 35 mph winds https://t.co/rPS5Bjyw45 pic.twitter.com/E729Njjpae
— New York Post (@nypost) November 26, 2026
Heavy rainstorm in New York 🇺🇸 pic.twitter.com/TvUAhTqdS9
— Beauty of Nature (@NatureMuse_) November 27, 2026
ન્યૂયોર્ક : અમેરિકાના પૂર્વ કિનારાના વિસ્તારોમાં ત્રાટકેલા શક્તિશાળી થેંક્સગિવિંગ વાવાઝોડાએ ભારે વરસાદ, વિનાશક પવન અને પૂરની સ્થિતિ સાથે ભારે તબાહી મચાવી છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતા ન્યૂયોર્ક સિટી અને ન્યૂ જર્સીમાં કટોકટી (સ્ટેટ ઓફ ઈમરજન્સી) જાહેર કરવામાં આવી છે. આ ખરાબ હવામાનને કારણે તહેવારની ઉજવણીમાં વિક્ષેપ પડ્યો છે, પરંપરાગત થેંક્સગિવિંગ પરેડના કાર્યક્રમોમાં ફેરફાર કરવાની ફરજ પડી છે અને નવ રાજ્યોમાં 9,25,000થી વધુ વીજ ગ્રાહકો અંધારપટમાં ધકેલાઈ ગયા છે. ઉત્તર જ્યોર્જિયાથી લઈને મિડ-એટલાન્ટિક અને દક્ષિણ ન્યૂ ઈંગ્લેન્ડ સુધીના વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા ચેતવણીઓ જારી કરવામાં આવી છે.
ન્યૂયોર્ક સિટીના મેયર ઝોહરાન મમદાનીએ જણાવ્યું હતું કે સમગ્ર શહેરમાં પાણી ભરાવાને કારણે વાહનોની અંદર ફસાયેલા લોકોને બચાવવા માટે ઈમરજન્સી રિસ્પોન્ડર્સે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવું પડ્યું હતું. વાવાઝોડાથી પ્રભાવિત અન્ય દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ આવા જ બચાવ અભિયાનો હાથ ધરાયા હોવાના અહેવાલો છે. જોખમી પરિસ્થિતિ અંગે વાત કરતા મેયર મમદાનીએ રહેવાસીઓને મુસાફરીના આયોજન કરતા પોતાની સુરક્ષાને પ્રાથમિકતા આપવા અપીલ કરતા કહ્યું હતું કે કોઈપણ ગંતવ્ય સ્થાન તમારી સુરક્ષા કરતા વધુ કિંમતી નથી.
વાવાઝોડાને કારણે મેરીલેન્ડમાં પણ વ્યાપક નુકસાન થયું છે. પોલીસના જણાવ્યા અનુસાર ગુરુવારે સવારે અંદાજે 8:24 વાગ્યે ઓશન સિટીમાં ફૂંકાયેલા પૂર્વીય દિશાના ભારે પવનને કારણે એક ઈમારતની છત ઉડી ગઈ હતી, જોકે આ ઘટનામાં તાત્કાલિક કોઈ જાનહાનિના અહેવાલ નથી. બીજી તરફ, રોકવિલેમાં ભારે પવન વચ્ચે એક કોમર્શિયલ બિલ્ડિંગનો આગળનો ભાગ ધરાશાયી થતા ફાયર ફાઈટર્સે કાટમાળમાંથી બે લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.
પ્રતિકૂળ હવામાનને પગલે આયોજકોએ ન્યૂયોર્ક સિટીની વિશ્વવિખ્યાત મેસીઝ થેંક્સગિવિંગ ડે પરેડ શનિવાર સુધી મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. તેજ પવનને કારણે પરેડના વિશાળ બલૂન ઉડાડવા અસુરક્ષિત બની શકે તેવી ચિંતાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત ફિલાડેલ્ફિયામાં પણ થેંક્સગિવિંગ પરેડ રસ્તા પર યોજવાને બદલે ટેલિવિઝન પર પ્રસારિત કરવાનો વિકલ્પ પસંદ કરવામાં આવ્યો છે.
વીજ પુરવઠા પર નજર રાખતી વેબસાઈટ પાવરઆઉટેજ ડોટ યુએસ (PowerOutage.us)ના આંકડા મુજબ ગુરુવાર સાંજ સુધીમાં નવ રાજ્યોમાં 9,25,000થી વધુ ગ્રાહકો વીજળી વિહોણા બન્યા હતા, જેમાં પેન્સિલવેનિયા, મેરીલેન્ડ, ન્યૂ જર્સી અને વર્જિનિયા સૌથી વધુ પ્રભાવિત રાજ્યો રહ્યા છે. પૂર્વીય અમેરિકાના વિશાળ પટ્ટામાં પવનનું એલર્ટ જારી કરાયું છે અને પશ્ચિમ વર્જિનિયામાં પવનની ઝડપ 74 માઈલ પ્રતિ કલાક સુધી પહોંચી હતી. ભારે વરસાદ, દરિયાકાંઠાના પૂર અને તેજ પવન ચાલુ રહેતા સત્તાધીશોએ નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા ચેતવણી આપી છે.
NYC Mayor Zohran Mamdani was 100% right to reschedule Macy’s Thanksgiving Day Parade. Just look at the conditions in Manhattan today.
— Dr Ahmad Rehan Khan (@AhmadRehanKhan) November 26, 2026
No tradition, no matter how iconic, is worth risking human lives. Public safety comes first. pic.twitter.com/bVJacyn1RT
🤯 New York City wind was insane today, getting battered by winds gusting up to 60 mph this Thanksgiving. High Wind warning.. Coastal flooding of up to three feet above ground level possible in vulnerable areas of Manhattan, Brooklyn and staten Island. pic.twitter.com/fOPwSCs7pf
— SaiNivi (@Sainivii) November 27, 2026
(10:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
