News of Monday, 29th June 2026
આફ્રિકાના ટાપુની વસ્તી કરતા ભારતમાં ટેલિકોમ યુઝર્સ વધારે
જિયો દેશની સૌથી મોટી કંપની હોવા છતાં, મે મહિનામાં નવા યુઝર્સ ઉમેરવાની બાબતમાં એરટેલે તેનાથી આગળ નીકળી ગયું: BSNL, ૨.૭ કરોડ યુઝર્સ સાથે ચોથા ક્રમે : દેશમાં ટેલિકોમ ગ્રાહકોની સંખ્યા ૧.૩૪૩૧ અબજ થઈ ગઈઃ ટેલિકોમ યુઝર્સમાં સૌથી વધારે સિમ યુઝર્સ

મુંબઈ,તા.૨૯: ભારતમાં ઈન્ટરનેટ અને ટેલિકોમ ક્ષેત્રે ક્રાંતિ થઈ છે એમ કહેવામાં ખોટું નથી. આજે દરેક સામાન્ય પરિવારમાં પણ મોબાઈલ અને ઈન્ટરનેટ ક્રેક્શન એક પ્રાથમિક જરૂરિયાતમાં સામેલ છે. આવા નાના-મોટા ક્રેક્શનની ગણતરી કરીને TRAI એ એક આંકડાકીય રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં દેશમાં કેટલા ટેલિકોમ યુઝર્સ છે અને સૌથી વધારે કઈ કંપની પાસે છે એની ચોખવટ કરી છે. આ ટેલિકોમ યુઝર્સની સંખ્યા આફ્રિકાના આઈલેન્ડ અને સેશલ્સ દેશની વસતી કરતા પણ વધારે છે. કોમોરોસ અને કેપ વરદે ટાપુની કુલ જનસંખ્યા કરતા પણ વધારે ભારતમાં ટેલિકોમ યુઝર્સ છે. આ વખતે જિયો દેશની સૌથી મોટી કંપની હોવા છતાં, મે મહિનામાં નવા યુઝર્સ ઉમેરવાની બાબતમાં એરટેલે તેનાથી આગળ નીકળી ગયું.
મે મહિનામાં એરટેલે તેની મોબાઇલ અને ફિક્સ્ડ-લાઇન સેવાઓમાં કુલ ૨.૯૮ મિલિયન વપરાશકર્તાઓ ઉમેર્યા. જેમાંથી ૨.૯૨૬ મિલિયન મોબાઇલ સબ્સ્ક્રાઇબર્સ હતા. દરમિયાન, જિયોએ ૨.૨૫૫ મિલિયન નવા યુઝર્સ પોતાના નેટવર્કમાં ઉમેર્યા, જેમાં ૨.૧૫૪ મિલિયન મોબાઇલ વપરાશકર્તાઓ અને ૦.૧૦૧ મિલિયન ફિક્સ્ડ-લાઇન વપરાશકર્તાઓનો સમાવેશ થાય છે. બંને કંપનીઓએ મળીને કુલ ૫.૨૩૬ મિલિયન વપરાશકર્તાઓનો તેમનો ગ્રાહક આધાર વધાર્યો.આ રિપોર્ટ પરથી કહી શકાય કે, દુનિયામાં સૌથી વધારે ટેકિકોમ યુઝર્સની સંખ્યામાં ભારતે બાજી મારી લીધી છે. આ ટેલિકોમ યુઝર્સમાં સૌથી વધારે સિમ યુઝર્સ છે અને એ પછી ટેલિફોન લેન્ડલાઈન યુઝર્સ છે.
ભારતમાં ટેલિકોમ વપરાશકર્તાઓની સંખ્યામાં ગત મે મહિનામાં પણ વધારો જોવા મળ્યો છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) ના તાજેતરના ડેટા અનુસાર, દેશમાં ટેલિકોમ ગ્રાહકોની સંખ્યા ૧.૩૪૩૧ અબજ થઈ ગઈ છે. ભારતમાં ટેલિકોમ વપરાશકર્તાઓની સંખ્યા વિશ્વભરના સેંકડો દેશોની કુલ વસ્તી કરતાં વધી ગઈ છે.આ આંકડો જાહેર કરતાની સાથે જે તે ટેલિકોમ કંપનીઓનો ડેટા પણ જાહેર થયો છે. ખાસ કરીને નવા યુઝર્સના મામલે કંપનીઓએ કેટલી પ્રગતિ કરી એનો ગ્રાફ સામે આવ્યો છે. એપ્રિલમાં ગ્રાહકોની સંખ્યા ૧.૩૩૭૫ અબજ હતી અને મે મહિનામાં ૦.૪૨ ટકા વધીને ૧.૩૪ અબજનો આંકડો પાર કરી ગઈ છે. આ બાબતમાં ફક્ત ચીન જ ભારતથી આગળ છે.
જિયો દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની છે જેમાં સૌથી વધુ ગ્રાહકો છે. તેના કુલ ગ્રાહકોની સંખ્યા ૫૨.૯૬ કરોડ છે. એરટેલ ૩૭.૬ કરોડ યુઝર્સ સાથે બીજા ક્રમે, વોડાફોન આઈડિયા ૧૨.૯ કરોડ વપરાશકર્તાઓ સાથે ત્રીજા ક્રમે અને દેશની એકમાત્ર સરકારી કંપની, BSNL, ૨.૭ કરોડ યુઝર્સ સાથે ચોથા ક્રમે છે. દેશના કુલ ટેલિકોમ સબ્સ્ક્રાઇબર બેઝમાં વાયરલેસ કનેક્શનનો હિસ્સો ઝડપથી વધી રહ્યો છે. આ મોબાઇલ કનેક્ટિવિટીની સાથે IoT અને વાયરલેસ બ્રોડબેન્ડ સેવાઓની વધતી માંગ દર્શાવે છે. વાયરલેસ ક્રેક્શન વાપરતા યુઝર્સની સંખ્યા એપ્રિલમાં ૧.૨૮૮૯ અબજથી વધીને મે મહિનામાં ૧.૨૯૪૪ અબજ થઈ ગઈ છે. આમાંથી, ૧.૧૪૫૮ અબજ મોબાઇલ સિમ કાર્ડ યુઝર્સ છે, જ્યારે ૧૩.૧૧ મિલિયન મશીન-ટુ-મશીન (M2M) સિમ છે.
જ્યારે સ્ટાન્ડર્ડ સિમનો ઉપયોગ ડેટા અને કોલ્સ બંને માટે થાય છે, ત્યારે પ્૨પ્ સિમનો ઉપયોગ ડેટા ટ્રાન્સમિશન માટે થાય છે, તેનો ઉપયોગ સ્માર્ટ મીટર, વેન્ડિંગ મશીન, ફલીટ ટ્રેકિગ અને સુરક્ષા સિસ્ટમમાં થાય છે. વધુમાં, દેશમાં ફિક્સ્ડ વાયરલેસ સેવાઓનો ઉપયોગ કરતા ૧૧.૭ મિલિયન સબ્સ્ક્રાઇબર્સ છે. આ ઉપરાંત ઘણા યુઝર્સ પાસે એકથી વધારે ક્રેક્શન છે. આ સંખ્યાને પણ અહીં આવરી લેવામાં આવ્યા છે. આફ્રિકાના સેશલ્સના ટાપૂની વસતી કરતા પણ વધારે ભારતમાં ટેલિકોમ યુઝર્સ છે. ખાસ કરીને એક જ ગ્રૂપના ક્રેક્શન અને સીયુજી પ્લાનને એક જ પોસ્ટ ક્રેક્શન તરીકે ગણવામાં આવ્યું હતું.
(10:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
